અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાયો હતો. મેચ દરમ્યાન એક યુવક ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો. જોકે પોલીસને ધ્યાનમાં આવતા તાત્કાલિક તે યુવકને ગ્રાઉન્ડમાંથી બહાર ધકેલવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી.
વિશ્વના સૌથી મોટા એવા અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોડી સ્ટેડિયમમાં ગઇકાલે રમાઈ રહેલા ગુજરાત અને ચેન્નઈની મેચમાં એક યુવક અચાનક ગ્રાઉન્ડમાં પ્રવેશ કરી ધોનીને મળવા પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ફરજ પર હાજર રહેલા પોલીસ સ્ટાફે તેને ગ્રાઉન્ડની બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે યુવક વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે યુવકની પૂછપરછ કરતાં સામે આવ્યું કે યુવકનું નામ જય જાની છે અને તે તેના ભાઈ પાર્થ સાથે ભાવનગર થી અમદાવાદ મેચ જોવા માટે આવ્યો હતો. જય જાની મહેન્દ્રસિંહ ધોનીનો ફેન છે તેથી તેને મળવા માટે ગ્રાઉન્ડમાં પહોચી ગયો હતો. ચેન્નઈના દાવમાં 19.3 ઓવર પૂરી થઈ હતી અને ડીઆરએસ નો સમય હતો ત્યારે નોર્થ સાઈડ નાં ડી બ્લોક પાસેથી કે જ્યાં બ્લેકઆઉટ હોય છે ત્યાંથી ઉપરથી કૂદી જય જાની ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો હતો.
જય જાની પ્રથમ વખત જ મેચ જોવા આવ્યો હતો, જેથી ઉત્સાહમાં આવી ધોનીને મળવાનો મન થયું હતું. જય તેના ભાઈ પાર્થ સાથે આવ્યો હતો. બંને ભાઈઓ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત ટાઇટન્સની ઇનિંગ પુરી થયા બાદ જ્યારે ચેન્નાઇની બેટિંગ ચાલી રહી હતી અને તેમાં પણ જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે 19.3 ઓવર જ્યારે ડીઆરએસ ચાલી રહ્યો હતો જેમાં અંદાજે 23.25 વાગ્યે યુવક અચાનક ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો હતો. પોલીસની બંને ભાઈઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે કોઈ અન્ય ઈરાદો હતો નહીં પરંતુ દુબે અને રવિન્દ્ર જાડેજા જ્યારે પીચ ઉપર બેટિંગ કરી રહ્યા હતા તે પોતાના બ્લોકમાંથી પાણી પીવા માટે બહાર નીકળ્યો હતો.
જ્યારે તે પરત આવતો હતો ત્યારે ડી બ્લોકની અંદર લોકોની સંખ્યા વધુ હતી તેથી તે ડી બ્લોકની અંદર પ્રવેશ કર્યો હતો. ડીઆરએસ ચાલતો હતો તે દરમિયાન તે સીડીની બાજુમાં આવેલી જાળી પાસે ઊભો હતો. મેચ જ્યારે શરૂ થવાનો હતો ત્યારે તેને મહેન્દ્રસિંહ ધોનીને મળવાનું મન થયું તેથી તે જાળી પરથી કુદી અને ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો અને મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગી ભેટી પડ્યો હતો.
A fan invaded the pitch in Ahmedabad to touch MS Dhoni’s feet during the match between Chennai Super Kings and Gujarat Titans. pic.twitter.com/5u4HPiLGA1
— Cricketopia (@CricketopiaCom) May 11, 2024
ચાંદખેડા પોલીસે ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર પહોંચવું તેમજ ચાલુ મેચ દરમિયાન ડિસ્ટર્બ કરવાના ઇરાદે પહોંચવા મામલે ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. મહત્વનું છે કે ગ્રાઉન્ડમાં નોર્થ અને સાઉથ બ્લોક કે જ્યાં બેટ્સમેન રમતો હોય છે તે બંને બાજુ પોલીસ બંદોબસ્ત હોતો નથી. ત્યાં પોલીસને જવાની પણ પાબંદી હોય છે. પ્લેયર્સ પોલીસ કે અન્ય લોકોની મૂવમેન્ટ થી ડિસ્ટર્બ થતા હોય છે તેથી આ બંને જગ્યાઓ પર BCCI ના અધિકૃત કરેલા લોકો જ ત્યાં હોય છે.
પોલીસ માટે તે બંને જગ્યાઓ પાબંધી હોય છે તેથી ત્યાં પોલીસ હાજર હતી નહીં. જેને લઇને યુવકે ગ્રાઉન્ડમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો. આ જગ્યા પોલીસની જવાબદારી નહીં હોવાથી સુરક્ષા કે ફરજ મામલે પોલીસ નિર્દોષ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ હવે અધિકૃત એજન્સી તેમજ ક્રિકેટ બોર્ડ પાસે અન્ય માહિતીઓ માંગી આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો: FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:50 pm, Sat, 11 May 24