ભરૂચ : કોણ છે ચૈતર વસાવા? જેના માટે ભરૂચ બેઠક પર કોંગ્રેસ EVM માંથી પંજાનું નિશાન ગાયબ કરવા પણ સહેમત થઈ છે!

|

Mar 16, 2024 | 11:49 AM

ભરુચ લોકસભા બેઠક પાર ઇન્ડિયા ગંઠબંધને બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આપી છે. અહેમદ પટેલના પરિવારની સંવેદના જોડાયેલી હોવાથી EVM માં લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ બેઠક માટે પંજાનું નિશાન ભૂંસાઈ જવાનો વિરોધ ઉઠ્યો છે.

ભરૂચ : કોણ છે ચૈતર વસાવા? જેના માટે ભરૂચ બેઠક પર કોંગ્રેસ EVM માંથી પંજાનું નિશાન ગાયબ કરવા પણ સહેમત થઈ છે!

Follow us on

ભરુચ લોકસભા બેઠક પાર ઇન્ડિયા ગંઠબંધને બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આપી છે. અહેમદ પટેલના પરિવારની સંવેદના જોડાયેલી હોવાથી EVM માં લોકસભા ચૂંટણી 2024 માં ભરૂચ બેઠક માટે પંજાનું નિશાન ભૂંસાઈ જવાનો વિરોધ ઉઠ્યો છે. આમ આદમી પાર્ટીએ દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે ત્યારે ગઠબંધનનો તેમને કેટલો લાભ મળે છે તે પ્રશ્ન ઉભો થયો છે

ચૈતર વસાવા સુરત જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ની નોકરી કરતા હતા અને કચેરીમાં આવતા લોકોને યોજનાઓ નો લાભ મળે તે માટે પત્ની શકુંતલા સાથે મળી કામગીરીથી સામાજિક સેવા શરૂ કરી હતી. નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે ચૈતર વસાવાના બે પત્ની છે. ચૈતર એક કાચા મકાનમાં પરિવાર સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બન્યો અને હાલ માં ભરૂચ લોકસભા માં ઇન્ડિયા ગઠબંધન નો ઉમેદવાર પણ છે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં બી ટી પી ના મહેશ છોટુભાઈ વસાવા ને ડેડીયાપાડા બેઠક પર વિજેતા બનવવામાં સૌથી મોટો ફાળો ચૈતર વસાવાનો રહ્યો હોવાનું કહેવામાં આવે છે. મહેશ વસાવા સાથે અણબનાવ બાદ ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાએ આપ તરફથી ઉમેદવારી કરતા ડેડીયાપાડા બેઠક પર 1 લાખ 34 હજાર મત મેળવી વિજય મેળવ્યો હતો

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ધારાસભ્ય બન્યા બાદ વર્ષ 2023માં ફોરેસ્ટ ના કર્મચારીને માર મારવાનો અને એક રાઉન્ડ ગોળીબાર કરવાનો કેસ ચૈતર વસાવા પર નોંધાયો હતો. ચૈતર વસાવા એ લગભગ 1 મહિના સુધી ફરાર રહ્યા બાદ નર્મદા પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. તે જેલમાં હતા ત્યારથીજ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા.

40 દિવસ બાદ જેલ માંથી છુટકારો મળ્યો અને શરતી જમીન મળ્યા છે. હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં પ્રચાર કરી શકે છે પણ નર્મદા જિલ્લામાં પ્રચાર માટે આવી શકતા નથી. ચૈતર સામે કોંગ્રેસના નેતાઓની નારાજગી સહિતના પડકારો છે તો મનસુખ વસાવા ૭મી વાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ટક્કર મજબૂત રહેશે તેવા અનુમાન છે.

Input Credit : Vishal Pathak, Narmada

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article