અમદાવાદના જુહાપુરામાં ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને 200 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જો કે બેઝમેન્ટમાં રહેલા 40 વાહનો બળીને ખાખ થઇ ગયા છે.
અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના બનાવને લઇને ફ્લેટમાં દોડધામ મચી ગઇ હતી.
આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક ત્રણ રિક્ષા પૈકી 40 વાહનો બળીને ખાક થઇ ગયા છે.હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જોકે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
આગ લાગવાની ઘટનાથી લોકો ખૂબ ગભરાઇ ગયા હતા. આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો. સૌથી વધુ બાળકોને હાલાકી થવા લાગી હતી. જો કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ચીફ ફાયર વિભાગના અધિકારી જયેશ ખાડિયાના જણાવ્યા અનુસાર આ ફ્લેટ 5 માળનો છે. ફાયરનો કોલ મળતા જ રેસિડેન્સીયલ એરિયા હોવાથી ત્રણ ગાડીઓ મોકલી હતી. ત્રણ ટીમોમાંથી એક ટીમે આગ બુઝાવતી હતી, બીજી ટીમ રેસ્ક્યૂ કરતી હતી. ત્રીજી ટીમ લોકોના ડર પર કાબુ મેળવવીને તેમને સમજાવવા માટેપહોંચી હતી. ચાર જેટલા ઉંમરવાળા માણસોને ઝોળીમાં ઉચકીને બહાર લાવવામાં આવ્યા હતા.
Published On - 8:44 am, Fri, 15 March 24