અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો

|

May 01, 2024 | 4:04 PM

આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું.

અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો
Gandhinagar

Follow us on

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ પડી બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતની સ્થાપના સમયે અમદાવાદને પાટનગર બનાવવામાં આવ્યું હતું. જો કે, બાદમાં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનમાવવામાં આવ્યું હતું. આજના આ લેખમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર કેવી રીતે બન્યું ? ગાંધીનગરને જ કેમ ગુજરાતનું પાટનગર બનાવાયું અને ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે અંગે વિસ્તારથી જણાવીશું.

આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે, રાજ્યની સરકાર પણ આ શહેરથી ચાલે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું.

ગાંધીનગરની સ્થાપના

ગુજરાતના પાટનગર ગાંધીનગરની રચના ચંદીગઢ બાદ પ્લાન્ડ શહેર તરીકે કરવામાં આવી છે. ગાંધીનગરે હરિયાળીની દૃષ્ટિએ એક ખાસ ઓળખ ઊભી કરી છે. ટૂંકા ગાળામાં આ શહેરે એટલું બધું હાંસલ કર્યું છે કે આજે દરેકને તેના પર ગર્વ છે. ગાંધીનગરની સ્થાપનાની વાત કરીએઓ તો 2 ઓગસ્ટ 1965ના રોજ શહેરની આધારશિલા મુકવામાં આવી હતી. ગાંધીનગરની સ્થાપના માટે જ્યાં પહેલી ઈંટ મુકાઈ હતી તે મકાન આજે ગુજરાત વિદ્યુત બોર્ડના ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે. એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ હતા.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

1965માં બાંધકામ શરૂ થયા બાદ 1 મે, 1970ના રોજ અમદાવાદથી ગાંધીનગરમાં સરકારી ઓફિસો ખસેડવામાં આવી અને પ્રથમ વસાહત પણ શરૂ કરવામાં આવી. પહેલા જ દિવસે પાટનગરમાં 12 હજાર લોકોને સરકારી આવાસ ફાળવવામાં આવ્યા હતા, જેમાં 95 ટકા તો માત્ર સરકારી કર્મચારીઓ જ હતા. શરૂઆતમાં કર્મચારીઓને અહીં રહેવું ગમ્યું નહીં, કારણ કે અહીંયા શહેર જેવી સુવિધાઓ નહોતી. બાદમાં અહીં વસવાટ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. લોકોને તમામ સુવિધા મળી રહે એ માટે દવાખાનું, પ્રાથમિક શાળા, પોલીસ મથક પણ ઊભા કરાયા હતા.

1971માં તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇના હસ્તે માત્ર એક નાળિયેર વધેરીને સચિવાલયનું કામકાજ શરૂ કરી દેવાયું હતું. શરૂઆતમાં માત્ર સાડા ત્રણ સેક્ટર જ બંધાયેલા હતા. સેક્ટર-16, 17 અને 22નું બાંધકામ થયું હતું. જ્યારે સેક્ટર-23 અડધું બંધાયેલું હતું. માત્ર પાંચ વર્ષમાં જ નવા પાટનગર શરૂ થયું તેનો યશ તત્કાલીન બાંધકામ મંભી બાબુભાઇ જશભાઇ પટેલને જાય છે. બાંધકામ મંત્રી હોવાના કારણે તેમણે શહેરમાં સૌપ્રથમ રહેવા પણ આવ્યા હતા. એટલે કહી શકાય કે ગાંધીનગરના પ્રથમ રહેવાસી બાબુભાઈ પટેલનો પરિવાર હતો.

ગાંધીનગરને કેમ બનાવાયું ગુજરાતનું પાટનગર ?

ભૂતકાળ પર નજર કરીએ તો 1960માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે અમદાવાદને પ્રથમ પાટનગર બનાવાયું હતું, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા. તેમના મનમાં વિચાર આવ્યો કે નવનિર્મિત ગુજરાતનું પાટનગર આંધ્રપ્રદેશના સિકંદરાબાદ અને પંજાબના ચંદીગઢ જેવું હોવું જોઈએ. કારણ કે બોમ્બે રાજ્યથી અલગ થયા બાદ મહારાષ્ટ્ર તેના પાટનગર તરીકે ‘મુંબઈ’ જેવા સમૃદ્ધ શહેરને વિકસાવી રહ્યું હતું. ગુજરાતની પાટનગરવિકસાવવા માટે ગુજરાતને 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જીવરાજ મહેતાએ તમામ પાસાઓ પર ગુજરાતમાં વિવિધ સ્થળોની તપાસ કરી અને પછી ગાંધીનગરને ગુજરાતના નવા પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર રાખવામાં આવ્યું છે. અમદાવાદ શહેરથી 36 કિલોમીટર દૂર આવેલા ગાંધીનગરે છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ઘણી પ્રગતિ કરી છે. હવે તે માત્ર પાટનગર નથી પણ શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીનગરમાં વિધાનસભા તેમજ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાન અને કાર્યાલય તેમજ સરકારી કચેરીઓ આવેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ લગાવ

13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધીનગરમાં ઘણી નવી વસ્તુઓનો ઉમેરો કર્યો છે. જેમાં સેન્ટ્રલ વિસ્ટાનો વિકાસ થયો છે. પીએમ મોદીના વિઝનને કારણે મહાત્મા ગાંધી કન્વેશન અને એક્ઝિબેશન કેન્દ્ર પ્રવૃત્તિઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

15 જુલાઈ, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરને એક નવું રેલ્વે સ્ટેશન ભેટ આપ્યું હતું. દેશનું આ એકમાત્ર રેલવે સ્ટેશન છે, જ્યાં ફાઈવ સ્ટાર હોટલ છે. આ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગુજરાતને મળેલી પહેલી વંદે ભારત ગાંધીનગરથી મુંબઈ વચ્ચે શરૂ થઈ. 2022 વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ આ સ્ટેશનથી વંદે ભારતને લીલી ઝંડી બતાવીને પોતાના ગૃહ રાજ્યને મોટી ભેટ આપી હતી.

મહાત્મા મંદિર

ગાંધીનગરમાં વિધાનસભા બાદ સૌથી વધુ ચર્ચિત સ્થળ મહાત્મા મંદિર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ મોટા કાર્યક્રમો આ મહાત્મા મંદિરમાં કરવામાં આવે છે. મહાત્મા મંદિરથી થોડે દૂર આવેલા ડુંગર જેવા સ્મારકના પાયામાં ગુજરાતના 18,066 ગામોમાંથી લાવવામાં આવેલી માટી પુરવામાં આવી છે. જે મહાત્મા મંદિરનો પાયાનો સ્તંભ છે. આ મંદિરના ભૂમિ પુજન વખતે તેના પાયામાં ગુજરાતનો 2010 સુધીનો ઇતિહાસ ધરાવતી ટાઈમ કેપ્સુલ મુકવામાં આવી હતી.

ગુજરાતનું ગૌરવ

ગુજરાતનું ગૌરવ ગણાતું આ શહેર 1971માં ગુજરાતની પાટનગર બન્યું. એક સમયે આ સમગ્ર વિસ્તાર નિર્જન હતો. છેલ્લા છ દાયકામાં આ નિર્જન વિસ્તાર પહેલા નગરપાલિકા અને હવે મહાનગર બની ગયો છે. ગાંધીનગર શહેરને હરિયાળું અને સુંદર રાખવાની જવાબદારી કોર્પોરેશનની છે. ગાંધીનગર લોકસભા પણ છે. હાલમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ અહીંના સાંસદ છે. ગાંધીનગરને પાટનગર બનાવવાનો શ્રેય રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાને જાય છે.

સ્વામી નારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરનો ગાંધીનગરના મુખ્ય સ્થળોમાં સમાવેશ થાય છે. મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી, ટોય મ્યુઝિયમ અને તાજેતરમાં 5 સ્ટાર રેલ્વે સ્ટેશન મુખ્ય સીમાચિહ્નો છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સાથે ગાંધીનગરમાં IIT અને NIFT ફેશન ડિઝાઇનિંગ જેવી શૈક્ષણિક સંસ્થાઓ પણ છે. દર બે વર્ષે ગુજરાત વાયબ્રન્ટ સમિટ પણ ગાંધીનગરમાં યોજાય છે.

ચંદીગઢ મોડલને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ગાંધીનગર એની હરિયાળીને કારણે પણ ખૂબ જ જાણીતું છે. અન્ય મોટાં શહેરોની સરખામણીએ ગાંધીનગરમાં સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે. આ શહેરને કેટલાક લોકો શાંત સિટી પણ કહે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં ગાંધીનગરમાં સ્થાપિત થયેલા નવા પ્રોજેક્ટ્સને કારણે પણ આ શહેર આજે વિશ્વભરમાં જાણીતું બન્યુ છે.

આ પણ વાંચો ‘સિંહના ઠેકાણા ન હોય’ તો એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ? જાણો આ સાવજની શું છે ખાસિયત

Next Article