દરેક ગુજરાતીના સન્માન અને ગૌરવનો આજે દિવસ છે. આજના દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતભરમાં તેની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોને તેની શુભકામના પાઠવી છે.
હેલી મે, 1960ના દિવસે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ભારતમાં ભાષાવાર રાજયોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. આ દિવસને ગુજરાત દિવસ, ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુજરાત દેશનું સૌથી વિકસીત રાજ્ય છે. ગુજરાતે આઝાદી પછી વિકાસની હરણફાળ ભરી છે અને ગુજરાતનું નામ દુનિયાભરમાં ગાજતુ થયું છે.
ગુજરાત રાજ્યની સ્થાપનામાં 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે. આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે ઓળખાય છે. 1 મે 1960 એ મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું વિભાજન થયુ. જેમાં ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.
આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો. ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું. 1970માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ભાષાના આધારે અલગ થનારૂ ગુજરાત દેશનું બીજુ રાજ્ય હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસ પર જનતાને ગુજરાત વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી શુભકામના પાઠવી.
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ…
— Narendra Modi (@narendramodi) May 1, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર પોસ્ટ કરી ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી અને ગુજરાતનું દેશના વિકાસમાં મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યુ હતુ.
સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન…
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 1, 2024
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના.
ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું.
ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય… pic.twitter.com/qA83LMm9hH
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 1, 2024
Published On - 10:37 am, Wed, 1 May 24