સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં છઠ્ઠા આરોપીની હરિયાણાના ફતેહાબાદથી ધરપકડ કરી છે. આરોપીઓને આજે મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશની અંદરની સ્થિતિ ભાજપ વિરુદ્ધ જઈ રહી છે. તેઓ હરિયાણા, રાજસ્થાનમાં હારી રહ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને પંજાબમાં તેમની બેઠકો ઘટી રહી છે. તેઓ કહેતા હતા કે તે 400 પાર કરશે પરંતુ, હું લેખિતમાં જણાવું છું કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટ ખાતે બે મૃતદેહ મળી આવ્યા છે. અનુશ્રી ફલેટમાંથી બે મૃતદેહ મળી આવ્યા તેમા પતિ, પત્નીના મૃતદેહ હોવાનુ સામે આવ્યું છે. પતિ ગણેશ બહાદુર બસનેત અને પત્ની સુમી ગણેશ બસનેતના મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દંપતિ છેલ્લા ચાર માસથી ઘરકામ અને સિક્યુરિટીનું કામ કરીને ગુજરાન કરતા હતા. દંપતિ મૂળ નેપાળના વતની છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પીટલ મોકલી આપ્યાં છે. દંપતીએ આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ કોમર્શિયલ બિલ્ડિંગમા આગ લાગી છે. આગને કારણે બિલ્ડીગની લિફ્ટમાં 25 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડને આગ અને ફસાયેલા હોવાનો કોલ મળતા જ, ત્વરીત ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આગને કારણે કોમર્શીયલ બિલ્ડિંગમાં ફસાયેલા 25 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાંટા પાસે અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. બે ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં 7 લોકો કચળાયા હતા. ઈજાગ્રસ્તોને ટ્રેક્ટરની નીચેથી કાઢી સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.
વરસાદના કારણે અમદાવાદ જિલ્લાની APMC બે દિવસ બંધ રહેશે. આજે અને આવતીકાલે APMC બંધ રહેશે.
વરસાદના કારણે અમદાવાદ જિલ્લાની APMC બે દિવસ રહેશે બંધ | TV9Gujarati#ahmedabadapmcclose #rainfall #apmcofahmedabaddistrict #gujarat #tv9gujarati pic.twitter.com/2Ajsbt6PF1
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
રાજકોટના જીયાણામાં મંદિર સળગાવવાની ઘટના સામે આવી છે. પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું. રામદેવપીર અને મેલડી માતાજીનું મંદિર સળગાવ્યું હોવાની માહિતી છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટના જીયાણામાં મંદિર સળગાવવાની ઘટના, પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને મંદિર સળગાવ્યું | TV9Gujarati#rajkot #temple #sarpanch #templeburning #gujarat #tv9gujarati pic.twitter.com/cRIzoGFCOQ
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
હજુ 48 કલાક ગુજરાતવાસીઓએ વરસાદી માર સહન કરવો પડશે. 48 કલાક ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યુ છે કે ગાજવીજ અને અતિભારે પવન સાથે વરસાદ વરસી શકે. આંધી અને વંટોળ પણ કેટલાક જિલ્લામાં જોવા મળી શકે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી,આગામી 48 કલાક સૌરાષ્ટ્ર-કચ્છ પર વરસાદી ઘાત | TV9Gujarati#pareshgoswami #rainforecast #thunderstorm #saurashtra #kutch #gujaratweatherupdate #gujarat #tv9gujarati pic.twitter.com/JmxEprnAId
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
નર્મદાઃ પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબી ગયા છે. સુરતથી આવેલા 8 પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા છે. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા છે. એક યુવકનો બચાવ કરાયો છે, તો 7ની શોધખોળ ચાલુ છે. ડૂબેલા પ્રવાસી મૂળ અમરેલી જિલ્લાના વતની હતા.
સુરતથી આવેલા 8 પ્રવાસીઓ પોઈચામાં નદીમાં ડૂબ્યા#NarmadaRiver #Surat #Gujarat #TV9News pic.twitter.com/LetDpPZdht
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
સુરતના ઉમરપાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. સૂતખડકા, ચવડા, નાના સૂતખડકા ગામમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ પડતા પાકને નુકસાન થયુ છે. શાકભાજી, ડાંગર સહિતના ઉભો પાક બગડ્યો છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ છે.
ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદ વિશે જાણો. છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના ક્વાંટમાં 5 મીમી, દાહોદમાં 3 મીમી, નર્મદાના સાગબરામાં 3 મીમી, સાબરકાંઠાના ઇડર અને દાહોદના ઝાલોદમાં 1-1 મીમી વરસાદ ખાબક્યો છે.
પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન દરમિયાન પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
PM Narendra Modi files nomination from #Varanasi #LokSabha seat for #LokSabhaElections2024#PMModiNomination #TV9News pic.twitter.com/zRJiA8VIfh
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા. તે લગભગ 10-15 મિનિટ સુધી મંદિરમાં રહ્યા. પીએમ મોદી થોડા સમય પછી નોમિનેશન ફાઈલ કરશે.
દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કર્યા બાદ ક્રુઝમાં સવાર થઇ PM મોદી નમો ઘાટ જઇ રહ્યા છે.
#WATCH | Uttar Pradesh: Prime Minister Narendra Modi boards a cruise ship at Dasaswamedh Ghat in Varanasi.
PM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. pic.twitter.com/eqknZdzY5b
— ANI (@ANI) May 14, 2024
વારાણસીમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન કરતા પહેલા PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કરી.
#WATCH | Varanasi, Uttar Pradesh: Prime Minister Narendra Modi arrives at Dasaswamedh Ghat, in Varanasi. PM Modi will offer prayers here shortly.
PM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. PM is the sitting MP and BJP’s candidate… pic.twitter.com/wfPFfWKq7j
— ANI (@ANI) May 14, 2024
ઉત્તરાખંડમાં અનેક રાજકોટવાસીઓ ફસાયા છે. ચારધામ યાત્રામાં હજારો લોકો ટ્રાફિક જામમાં અટવાઇ ગયા છે. ઉત્તરકાશીથી ગંગોત્રી જવામાં યાત્રીકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદારો બમણાં રૂપિયા વસૂલતા હોવાનો આક્ષેપ યાત્રિકોએ કર્યો છે.
દાહોદમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠાના પગલે અનાજના વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થયુ છે. APMCમાં બહાર પડેલું અનાજ પલળી ગયુ છે. મકાઇ અને મગના પાક પલળતા નુકસાન જવાની ભીતિ છે.
10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી છે. 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ વરસાદી ઝાપટાના એંધાણ છે.
Rains to continue in 29 Districts in #Gujarat, predicts MeT Department #GujaratRains #Weather #TV9News pic.twitter.com/zmvvUtZyDe
— Tv9 Gujarati (@tv9gujarati) May 14, 2024
જૂનાગઢમાં મોડી રાત્રે પ્રચંડ પવન સાથે વરસાદ વરસ્યો છે. 12 વાગ્યા આસપાસ આંધી અને વંટોળ સાથે તોફાની વરસાદે જૂનાગઢને ધમરોળ્યુ હતુ. વંથલી, કેશોદ, વિસાવદર, ભેંસાણમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે. અતિભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ અને બેનરોને નુકસાન થયુ છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે.
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે. હોર્ડિંગ્સ પડવાથી 14ના મોત થયા છે, તો 43થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તોફાન અને વરસાદ દરમિયાન પેટ્રોલ પંપ પર 100 ફૂટ ઉંચુ બિલબોર્ડ પડ્યું હતું. વડાલામાં મેન્ટલ પાર્કિંગ ટાવર પણ ધરાશાયી થયો હતો.
#WATCH मुंबई: घाटकोपर होर्डिंग गिरने की घटना में मरने वालों की संख्या बढ़कर 14 हो गई है।
(घटनास्थल से बचाव कार्य का वीडियो) pic.twitter.com/iQkQfkk4AM
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
વારાણસીમાં વડાપ્રધાન મોદી આજે ઉમેદવારી નોંધાવશે. સવારે બરોબર 11.40 કલાકે પીએમ મોદી લોકસભા ચૂંટણીનું ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદી કાશી કોતવાલ કાલ ભૈરવના આશીર્વાદ લેશે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા PM મોદી ક્રૂઝ મારફતે નમો ઘાટ પહોંચશે. જ્યાં તેઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવશે અને ત્યારબાદ નમો ઘાટથી PM મોદી નામાંકન ભરવા જશે. PM મોદીના નામાંકન સમયે ભાજપના દિગ્ગજ નેતાઓની ખાસ ઉપસ્થિતિ રહેશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी आज अपना नामांकन दाखिल करने से पहले वाराणसी के दशाश्वमेध घाट पर गंगा आरती में शामिल होंगे। प्रधानमंत्री मोदी यहां क्रूज जहाज पर भी सवार होंगे।
प्रधानमंत्री मोदी वाराणसी से मौजूदा सांसद और उम्मीदवार हैं। कांग्रेस ने यूपी पार्टी प्रमुख अजय राय को… pic.twitter.com/bKbTuJOtdn
— ANI_HindiNews (@AHindinews) May 14, 2024
રાજ્યમાં વરસાદી માહોલને પગલે થયેલા નુકસાનની CMએ સમીક્ષા કરી. તેમણે વરસાદ અને ભારે પવનથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. સાથે જ કાર્યકારી મુખ્ય સચિવને CMએ આપ્યા દિશાનિર્દેશ આપ્યા. આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્યું. જિલ્લાઓના કંટ્રોલરૂમ કાર્યરત રહે તે માટે CMએ સૂચના આપી.
Published On - 7:26 am, Tue, 14 May 24