વિશ્વ ફલક પર ચમકી કચ્છની કલા ! 5,000 વર્ષ પ્રાચીન ‘અજરખ કલા’ને મળ્યું GI ટેગ, જુઓ Video

|

Apr 29, 2024 | 10:20 AM

ગુજરાતનું કચ્છ ફરી એકવાર "વિશ્વ ફલક" ચમક્યુ છે. કચ્છની પ્રસિદ્ધ અને 5 હજાર વર્ષ પ્રાચીન માનવામાં આવતી "અજરખ કલા"ને હવે GI ટેગ પ્રાપ્ત થયું છે.જેના પગલે કચ્છ સહિત ગુજરાતભરની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

વિશ્વ ફલક પર ચમકી કચ્છની કલા ! 5,000 વર્ષ પ્રાચીન ‘અજરખ કલાને મળ્યું GI ટેગ, જુઓ Video

Follow us on

ગુજરાતનું કચ્છ ફરી એકવાર “વિશ્વ ફલક” ચમક્યુ છે. કચ્છની પ્રસિદ્ધ અને 5 હજાર વર્ષ પ્રાચીન માનવામાં આવતી “અજરખ કલા”ને હવે GI ટેગ પ્રાપ્ત થયું છે.જેના પગલે કચ્છ સહિત ગુજરાતભરની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.

5 હજાર વર્ષ પ્રાચીન હસ્ત કલા

આમ તો કચ્છી કલા તેની નોંખી ભાત માટે વિશ્વ પ્રસિદ્ધ છે જ, પરંતુ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી જ ઓળખ ધરાવે છે. આમ તો આ કલા 5 હજાર વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લાં 500 વર્ષથી પણ વધુ સમયથી “અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા” પર કામ થઈ રહ્યું છે. આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પ્રમાણ પણ બજારોમાં વધ્યું હતું. હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” એટલે કે “GI ટેગ” આપવામાં આવ્યું છે.

GI પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું

હકીકતમાં “GI ટેગ” ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્ભવેલી પ્રોડક્ટ, સેવા કે કલાને ઓળખ આપે છે. કચ્છી કસબીઓ છેલ્લાં 10 વર્ષથી GI ટેગની માન્યતા મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા. જેમાં સફળતા મળી છે. અમદાવાદમાં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને GI રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરાઈ GI પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું. જેના લીધે અજરખ કલાના કારીગરોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

જાણો અજરખ કલાની શું છે વિશેષતા ?

પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતમાંથી અજરખ કલાના કારીગરો આજના કચ્છમાં આવીને વસ્યા હતા. કહે છે કે કચ્છના રાજા રાવ ભારમલજીને વિવિધ હસ્તકલાઓમાં ખૂબ જ રસ હતો. અને તેમણે જ વર્ષ 1634માં અજરખના કારીગરોને કચ્છ આવવા નિમંત્રણ આપ્યું હતું. સૌથી પહેલાં કારીગરો અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવીને વસ્યા હતા અને પછી તો અજરખ કલાના નામ પર જ “અજરખપુર” નામે આખેઆખું ગામ વસ્યું.

અજરખ કલામાં માત્ર કુદરતી રંગોનો જ ઉપયોગ થાય છે. અજરખના વસ્ત્રોની હંમેશા જ વિશેષ માંગ રહી છે અને તેનું કારણ અજરખ કાપડની વિશેષતા છે !

છેલ્લાં 50 વર્ષથી આ કલા સાથે સંકળાયેલા ડૉ. ઈસ્માઈલ ખત્રીએ જણાવ્યું હતું કે તેમની 9મી પેઢી આ કલાક્ષેત્રમાં કામ કરી રહી છે. કચ્છમાં હાલ લગભગ 200 જેટલાં કારખાનાઓમાં અજરખ કલાનું કામ થાય છે. જેની સાથે અંદાજિત 2 હજાર જેટલાં કારીગરો સંકળાયેલા છે. ત્યારે GI ટેગને લીધે કારીગરોને તો લાભ મળશે જ, સાથે જ લોકોને પણ ઓરીજનલ વસ્તુ મળશે.

Published On - 10:19 am, Mon, 29 April 24

Next Article