ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મળી રહી છે દારૂ પીવાની છૂટ… બસ કરવું પડશે આ કામ!

|

May 11, 2024 | 8:11 AM

ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે. નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ તમને દારૂ પીવાની છૂટ મળી શકે છે. તમે પોલીસની કાર્યવાહીના દર વગર બિન્દાસ્ત શરાબનું સેવન કરી શકો છો. જોકે આ માટે તમારે ગુજરાત સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં મળી રહી છે દારૂ પીવાની છૂટ... બસ કરવું પડશે આ કામ!

Follow us on

ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે. નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ તમને દારૂ પીવાની છૂટ મળી શકે છે. તમે પોલીસની કાર્યવાહીના ડર વગર બિન્દાસ્ત શરાબનું સેવન કરી શકો છો. જોકે આ માટે તમારે ગુજરાત સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના અહેવાલ વહેતા થયા ત્યારે લોકો ગેલમાં આવી ગયા હતા. અત્યારસુધી રજાઓમાં મજા માણવા દીવ , દમણ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન જતા લોકો ગિફ્ટ સિટીમાં ખાસ ઇરાદે જવાના સપના જોવા લાગ્યા હતા. બાદમાં સરકારની સ્પષ્ટતાએ આ લોકોના અરમાનો પણ ઠંડુ પાણી રેડી દીધું હતું.

આમતો ગુજરાતમાં દારૂબંધી છે છતાં શરાબના શોખીન નિરાશ થશે નહિ!!! પોલીસ નશાબંધીના અમલ માટે મોટી સંખ્યામાં કેસ કરે છે અને હજારો લીટર દેશીદારૂ અને સેંકડો બોટલ વિદેશી દારૂ કબ્જે કરી બુટલેગરોની ધરપકડ કરે છે. પોલીસ પાસે નશાબંધી ઉપરાંત અન્ય પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કામ હોવાથી આ તરફ ધ્યાન ઓછું થતા બુટલેગરો બેફામ બની જાય છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ તમને આમ છતાં દારૂ પીવાની છૂટ મળી શકે છે. સરકાર આ માટે પરમીટ ઈશ્યુ કરે છે. કેટલાક ચોક્કસ કેસમાં દારૂ પીવા માટે પરમીટ આપવામાં આવે છે. આમતો તે ત્રણ કેટેગરીમાં વિભાજીત છે એક આરોગ્ય પરમીટ , પ્રવાસીઓ માટે પરમીટ અને સૈન્ય દળના જવાન અને અધિકારીઓ માટે પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પરમિટ મેળવનાર વ્યક્તિ પોતાના આરોગ્ય માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે રાખી શકે અને તેનું સેવન પણ કરી શકે છે.

ગુજરાત રાજ્યમાં વસતા લોકોણે મુંબઈ વિદેશી દારૂ નિયમ 1953ના નિયમ 64 હેઠળ આરોગ્ય સંદર્ભે દારૂની પરમિટ આપવાની જોગવાઈ કરેલી છે. આ પરમીટ માટે લીધેલી સારવારની ફાઈલ , તબીબનું પ્રમાણપત્ર અને જરૂરિયાત પ્રસ્થાપિત કરવાની હોય છે. આ તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ સરકારી તબીબના પ્રમાણપત્રના આધારે પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે.નશાબંધી અને આબકારી વિભાગ પરમીટ માટેની અરજીનો એક માસમાં નિકાલ કરે છે. ઉંમરના આધારે પરમીટમાં યુનિટ મળે છે

કોને કેટલા યુનિટ શરાબ મળે છે?

40 વર્ષથી વધુ અને 50 વર્ષ સુધીની ઉંમરવાળા વ્યક્તિને દર મહિને 3 યુનિટ દારૂ મળે છે.
50 વર્ષથી વધુ અને 65 વર્ષ સુધીની ઉંમર હોય તેવા પરમીટ ધારકને 4 યુનિટ શરાબ મળે છે.
65 વર્ષથી વધુ વયના અરજદારને 5 યુનિટ આપવામાં આવે છે.

પ્રવાસીઓને અથવા ગુજરાત બહારથી આવી વસનાર વ્યક્તિને પરમીટ મળે છે

નિયમ 64-બી હેઠળ ગુજરાતમાં વસવાટ માટે આવતી બહારની વ્યક્તિ માટે સ્વાસ્થ્ય સંબંધિત પરમિટની જોગવાઈ કરવામાં આવી છે. જોકે એમાં શરત રાખવામાં આવી છે કે આ વ્યક્તિએ ગુજરાતથી બહારના કોઈ રાજ્ય કે જ્યાં દારૂબંધી ન હોય ત્યાં સતત 10 વર્ષ કરતા વધુ સમય વસવાટ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત પરમીટ મેળવવા ઇચ્છતા વ્યક્તિ ભારત બહારના કોઈ દેશમાં કે જ્યાં દારૂબંધી ન હોય તે સ્થળે પાંચ વર્ષ સુધી વસવાટ કરેલો હોવો જરૂરી છે. આ વ્યક્તિને પરમીટ મળી શકે છે.

સશસ્ત્ર દળોના સેવાનિવૃત્તને પરમીટ આપવામાં છે

નિયમ 64-સી હેઠળ ગુજરાતમાં રહેતા સશસ્ત્ર દળોના સેવાનિવૃત્ત કર્મચારીઓણે પણ આરોગ્યની જાળવણી માટે દારૂની પરમિટ આપવાની જોગવાઈ રાખવામાં આવી છે. પરમીટ માટે અરજદારે અરજી સાથે ડીસ્ચાર્જ બુક/સર્ટિફિકેટ, એક્સ-સર્વિસમૅનનું ઓળખપત્ર, અગાઉ આવી પરમિટ મેળવી હોય તો ‘નો ઑબ્જેકશન સર્ટિફિકેટ’ અથવા પરમિટ પરત જમા કરાવ્યાનો પુરાવો આપવાનો રહે છે. નિવૃત્ત કર્મચારીઓને મળતો વિદેશી દારૂનો જથ્થો ડીફેન્સ ઑથૉરિટીએ નક્કી કરેલા યુનિટ મુજબનો આપવામાં આવે છે.

હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થયો છે

રાજ્યમાં વિઝિટર પરમિટમાં વધારો થયો હોવાનું પણ બહાર આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં પ્રવાસી પરમિટની સાથે હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ આપવામાં આવે છે. વોડકા અને સફેદ રમ દારૂના વેચાણમાં પસંદગીની બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા છે. ગુજરાતમાં પરમીટ ધરાવનારાઓ માટે એરપોર્ટ અને મોટી હોટલોમાં વાઈન શોપ આવેલી છે જ્યાં નિયમ મુજબ દારૂ ખરીદવાની જોગવાઈ છે. બહારના રાજ્યમાંથી આવતા લોકોને એર અને રેલ ટિકિટના આધારે સાત દિવસ માટે પરમિટ મળે છે.

અનિદ્રા, ચિંતા અને હાઈ બ્લડ પ્રેશરની વધતી જતી ઘટનાઓને કારણે 40 વર્ષથી વધુ ઉંમરના વધુ લોકો આલ્કોહોલ હેલ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં 2023માં દારૂના વેચાણમાં ઓછામાં ઓછો 20% વધારો થયો હોવાની ધારણા છે.

પરમીટધારકને શરાબ ક્યાંથી મળે છે?

ઉલ્લેખનીય છે કે વિવિધ કિસ્સામાં પરમિટ મેળવનાર વ્યક્તિએ સરકારે મંજૂર કરેલા માન્ય લાઇસન્સધારક વેન્ડર્સ પાસેથી જ ખરીદવાનો રહે છે. જિલ્લાની કેટલીક હોટલોમાં આ માટે વાઈન શોપ બનાવવામાં આવે છે. આ સામે એ બાબતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે પરમિટની શરતોનું જો પાલન ન કરવામાં આવે તો તે રદ પણ કરવામાં આવી શકે છે.

પરમીટના યુનિટની ગણતરી આ મુજબ થાય છે

એક યુનિટ એટલે કે 750 મિલીની શરાબની એક બૉટલ અથવા 750 મિલીની વાઇનની ત્રણ બૉટલ મુજબ થાય છે. આ ઉપરાંત અન્ય કેટેગરીમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 2 ટકા કરતાં વધુ હોય તેવા ફૉર્મેન્‍ટેડ લિકરની 650 મિલીની 10 અથવા 500 મિલીની 13 બૉટલ અથવા 330 મિલીની 20 બૉટલ એક યુનિટમાં આપવામાં આવે છે. ત્રીજા વિભાગમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 2 ટકા કરતાં વધુ ન હોય તેવા ફૉર્મેન્‍ટેડ લિકરની 650 મિલીની 30 કે 750 મિલીની 27 બૉટલ એક યુનિટનો ભાગ ગણવામાં આવે છે.

ગુજરાતમાં કઈ પરમિટનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

40 વર્ષથી વધુ ઉંમરના ગુજરાતના રહેવાસીઓ આરોગ્ય પરમિટ માટે અરજી કરી શકે છે જેની સંખ્યા મોટી છે. તે જ સમયે વ્યવસાય અને પર્યટન માટે આવતા લોકો માટે જારી કરાયેલ કામચલાઉ પરમિટ માટેની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં 1960માં બોમ્બે પ્રાંતથી અલગ થયા બાદથી ગુજરાતમાં દારૂબંધી લાગુ છે.

2018 અને 2022 ની વચ્ચે રાજ્યમાં પરમિટની માંગ દર વર્ષે સરેરાશ 6 ટકા વધવાનો અંદાજ છે. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગના ડેટા અનુસાર 2018માં છ કેટેગરી હેઠળ કુલ 47,836 પરમિટ આપવામાં આવી હતી. તેમાંથી લગભગ 51 ટકા આરોગ્ય અને 48 ટકા બિન આરોગ્ય પરમિટ હતા.

2022 માં કુલ 76,135 પરમિટ (સ્વાસ્થ્ય અને બિન-આરોગ્ય) જારી કરવામાં આવી હતી. તેમાંથી, હેલ્થ પરમિટનો હિસ્સો સૌથી વધુ 78 ટકા હતો જ્યારે નોન-હેલ્થ પરમિટનો હિસ્સો 22 ટકા હતો..

અરજી ક્યાં અને કેવીરીતે કરવી?

દારૂની પરમિટ માટેનું ફૉર્મ વિનામૂલ્યે જે તે જિલ્લાની નશાબંધી અને આબકારી કચેરીમાંથી અથવા ઓનલાઇન વેબસાઈટ પર મળી શકે છે. આ માટે રૂપિયા ૨૦૦૦ પ્રોસેસ ફી ભરવાની રહે છે. બીજી તરફ આરોગ્ય તપાસણીની ફી પણ રૂપિયા ૨૦૦૦ નક્કી કરવામાં આવી છે જે ભરવી પડે છે. પરમિટ મળ્યા બાદ વાર્ષિક ફી 2000 રૂપિયા ચુકવવાની રહેશે.

જે વ્યક્તિએ દારૂની પરમિટ મેળવવી હોય એણે નશાબંધી અને આબકારી વિભાગના કેટલાક નિયમોનું પાલન કરવાનું રહે છે.અરજદારે અરજીની સાથે પોતાના પરિવારિક તબીબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.તેમજ પોતાની ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો અને આવક દાખલો આપવાનો રહેશે.આ સિવાય અરજદારને જે કંઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય એ માટેની સારવાર, તેના પુરાવા, રિપોર્ટ વગેરે રજૂ કરવાના રહેશે.

Next Article