સાડા ચાર વર્ષ અગાઉ લૂંટ નો પ્લાન બનાવી યુપથી સાગરીતોને બોલાવ્યા હતા. પરંતુ સંપૂર્ણ સજ્જતા નહીં હોવાને લઈ લૂંટને અંજામ આપ્યો નહોતો. ત્યાર બાદ શાનું ઉર્ફે મુલ્લો સાથે યુપી જેલમાં જતા ત્રણ વર્ષ જેલમાં ફરીથી શાનું અને જમશેદઅલી એ લૂંટ નો અધૂરો પ્લાન પુરો કરવાનું નક્કી કર્યું. જેલમાં સોહેલ અલી, કપડાની ફેરી કરતો વાજીદ સહિત ના માણસોએ યુપી ની જેલમાં જોટાણાની લૂંટ નો પ્લાન બનાવી દીધો.
આ માટે ત્રણ માસ અગાઉ કરેલ લૂંટ પહેલા ના દોઢ મહિના પહેલા પાલનપુર આવી ગયા હતા. આમ બીજો પ્રયત્ન કરવા માટે પાલનપુરથી સ્વિફ્ટ કાર લઈને જોટાણા લૂંટ માટે પહોંચ્યા હતા. જ્યાં સ્વિફ્ટ કાર ના ડ્રાઈવરે ના પાડતા લૂંટને અંજામ આપ્યા વગર પાછા ગયેલા. આમ બીજો પ્રસાય પણ અસફળ રહેતા પાલનપુર રોકાઈ અને બંદૂક સહિતના હથિયારોની વ્યવસ્થા કરી કિયા સેલ્ટોસ કાર લઈને જોટાણા પહોંચી આખરે ત્રીજા પ્રયત્ને 44.92 લાખ રુપિયાની લૂંટ આચરવામાં આવી હતી.
લૂંટ ઉકેલવા મહેસાણા પોલીસે એલસીબી સહિત 4 ટીમો રચી હતી. લૂંટ માં ઉપયોગમાં લેવાયેલ એક કારનો ઉપયોગ થયો હતો, આ કાર શોધવા ઉત્તર ગુજરાતમાં અલગ અળગ 400 જેટલા સીસીટીવી ફંફોસ્યા હતા, અન્ય જિલ્લામાં આવી પ્રકારની લૂંટ બની હોય તેના આરોપીઓની તપાસ કરાઈ હતી. ગુનામાં આંતરરાજ્ય ગેંગ સંકળાયેલ જણાતા ઉત્તર પ્રદેશ, યુપી, રાજસ્થાન અને દિલ્હીના બાતમીદારો ની મદદ લેવાઈ હતી.
લૂંટમાં વપરાયેલ ગાડીની લોનના હપ્તા ચડેલા અને ઓવર ડ્યું થઈ હોવાની તપાસમાં માલુમ પડ્યું. જેની બેંક પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને તપાસ આગળ વધવા લાગી હતી. જિલ્લામાં બીજા રાજ્યના લોકો રોકાયેલા હોય તેવી વિગતો તમામ ગેસ્ટ હાઉસોમાંથી મંગાવાઈ હતી. આ દરમિયાન પોલીસના નેત્રમ સીસીટીવીમાં કિયા ગાડી પાલનપુર હોવાનુ માલૂમ પડેલું. જ્યાંથી આ 3 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આમ, પોલીસે ધોળે દિવસે થયેલી લૂંટ નો ભેદ ઉકેલવા રાત દિવસ એક કરી લૂંટ નો ભેદ ઉકેલ્યો. હજુ 5 આરોપીઓ ફરાર છે. જોકે 44.92 લાખની મત્તા માંથી માત્ર 1.10 લાખ જ રિકવર થયા છે.
Published On - 3:48 pm, Fri, 22 December 23