કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર, પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્યની પસંદગી

|

Mar 19, 2024 | 6:49 PM

લોકસભાની ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષો બાકીની બેઠકો પર તેમના ઉમેદવારો પસંદ કરી રહ્યા છે. ત્યારે પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્યને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોન દ્વારા જાણ કરી ઉમેદવારી કરવા સૂચન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર, પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્યની પસંદગી
Panchmahal

Follow us on

પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પંચમહાલ લોકસભા બેઠક પર લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ચૂંટણી લડવા માટે પ્રદેશ કોંગ્રેસમાંથી ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુલાબસિંહ ચૌહાણને ફોન દ્વારા જાણ કરી ઉમેદવારી કરવા સૂચન કરવામાં આવ્યું છે.

પંચમહાલ લોકસભા સીટ પર ભાજપ દ્વારા રાજપાલસિંહ જાદવને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ ગુલાબસિંહ ચૌહાણનું નામ જાહેર થતાં ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની ટક્કર જોવા મળશે.

કોણ છે ગુલાબસિંહ ચૌહાણ ?

ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના માજી વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વિરણીયાના રહેવાસી છે. તેમણે બી.કોમ સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ગુલાબસિંહ ચૌહાણની રાજકીય સફર

તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, 2006થી 2010 સુધી વિરણીયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય તરીકે બે ટર્મ રહ્યા છે. તો મહીસાગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી છે.

ગુલાબસિંહ ચૌહાણ આ ઉપરાંત પણ વિવિધ પદો પર રહી ચૂક્યા છે, જેમકે મહીસાગર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, ધી વિરણીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન, ધી અર્થક્ષમ સેવા સહકારી મંડળી વિરણીયાના ચેરમેન, ધી પિયત મંડળી વિરણીયાના ચેરમેન, સહભાગી વન વ્યવસ્થા મંડળી વિરણીયાના પ્રમુખ, જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ, લુણાવાડા તાલુકા બક્ષિપંચ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે.

કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર સ્થાનિક કક્ષાએ લાંબી રાજકીય કારકીર્દી ધરાવતા ગુલાબસિંહ ચૌહાણને પસંદગી ઉતારી છે, ત્યારે આ બેઠક પર ભાજપ દ્વારા પણ ક્ષત્રિય ઉમેદવાર એવા રાજપાલસિંહ જાદવને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આ બેઠક પર બે ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

(With Input : Ashish Thacker, Nikunj Patel)

 

Next Article