સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. સાબરકાંઠા બેઠકના ચૂંટણી અધિકારીએ તમામ બુથથી લઈને ઈવીએમ ડિસ્પેચીંગ અને સ્ટાફ ફાળવણી સહિત સુરક્ષા વ્યવસ્થા તૈયાર હોવાનું નિરીક્ષણ કર્યું હતું. સાબરકાંઠા બેઠકની ચૂંટણીને લઈ પ્રચાર કાર્ય રવિવારે સાંજથી શાંત પડવા બાદ તંત્ર મતદાન વ્યવસ્થાની કામગીરી હાથ ધરશે. બેઠક પર અરવલ્લી અને સાબરકાંઠાના 19.76 લાખ મતદારો આવેલા છે અને
આ માટે બુથ માટેના સ્ટાફ અને તેમની સાથે ઈવીએમ મશીનની ફાળવણી પણ કરવામાં આવશે. આ માટે તમામ વિધાનસભા ક્ષેત્રો મુજબ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આમ સાત વિધાનસભા વિસ્તારમાં સાત સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં ઈવીએમ ડિસ્પેચ કર્યા બાદ મંગળવારે મતદાન થયા પછી તેને એ જ સ્થળ પર રિસીવ કરવામાં આવશે.
ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ મીડિયા સાથેની વાતચીતમાં બતાવ્યું હતુ કે, લોકસભા બેઠકની ચૂંટણી માટે કૂલ 2326 મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં 1279 અને અરવલ્લીના 1047 મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકી લગભગ અડધો અડધ જેટલા મતદાન કેન્દ્રોને વેબ કાસ્ટ કરવામાં આવનાર છે. એકજ સ્થળે વધારે મતદાન કેન્દ્ર હોય એને બહારથી પણ વેબ કાસ્ટ કરવામાં આવનાર છે.
સૌથી વધારે ભિલોડા વિધાનસભા બેઠક પર વેબકાસ્ટ ધરાવતા મતદાન કેન્દ્રો નક્કી કરવામાં આવેલા છે. જ્યાં 202 મતદાન કેન્દ્ર પર વેબકાસ્ટ કરવામાં આવશે. જ્યારે હિંમતનગરમાં 161, ઇડરમાં 167, ખેડબ્રહ્મામાં 164, મોડાસામાં 166 મતદાન મથકોનું વેબકાસ્ટીંગ કરવામાં આવનાર છે.
સાબરકાંઠા એસપી વિજય પટેલે મીડિયાને બતાવ્યું હતુ કે, પોલીસ દ્વારા ચૂંટણી દરમિયાન શરુઆતથી જ સતત બાજ નજર દાખવવામાં આવી રહી છે. આ માટે 10 આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પણ નજર રાખવામાં આવી રહી હતી. પોલીસે 77 વિદેશી દારુના કેસ અત્યાર સુધી કરેલ છે. જેમાં 9386 બોટલ દારુ ઝડપવામાં આવ્યો હતો. જ્યારે 95 હજારનો ગાંજો પણ ઝડપી લીધો છે.
મતદાનને લઈ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે. મતદાન કેન્દ્રો પર પણ ચુસ્ત બંદોબદસ્ત ફાળવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
આ પણ વાંચો: શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો