સાબરકાંઠાઃ પાર્સલ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, પ્રેમિકાના પતિએ રચ્યું હતું ષડયંત્ર, જાણો

|

May 03, 2024 | 12:12 PM

સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાના છાપરાં ગામે એક બ્લાસ્ટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો અને જેને લઈ પોલીસ દ્વારા હવે ડબલ મર્ડરની ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસને તપાસ દરમિયાન ઓનલાઈન પાર્સલના બદલે અલગ જ વિગતો સામે આવી છે.

સાબરકાંઠાઃ પાર્સલ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો, પ્રેમિકાના પતિએ રચ્યું હતું ષડયંત્ર, જાણો
એક આરોપીની ધરપકડ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડા છાપરાં ગામે પાર્સલ બ્લાસ્ટ મામલે પોલીસ દ્વારા એક આરોપીને ઝડપી લીધો છે. ઘટનાનો ભેદ ઉકેલાતા મામલો પ્રેમપ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સાબરકાંઠા એસપી સહિત સ્થાનિક અને સ્ટેટની એજન્સીઓ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના વડાલીના વેડાના છાપરાં ગામે એક બ્લાસ્ટ થયો હતો. પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો અને જેને લઈ પોલીસ દ્વારા હવે ડબલ મર્ડરની ઘટનાની તપાસ શરુ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસને તપાસ દરમિયાન ઓનલાઈન પાર્સલના બદલે અલગ જ વિગતો સામે આવી છે.

પ્રેમપ્રકરણને લઈ ધડાકો કર્યો

ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સાબરકાંઠા એસપી વિજય પટેલે ટીવી9 સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ કે, આ મામલો પ્રેમપ્રકરણ આધારીત છે. અલગ અલગ ટીમો રચીને તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં આ મામલે મૃતક જિતેન્દ્ર વણઝારા પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું હતુ. જેને આધારે શંકા રાખીને તપાસ કરતા પ્રેમિકાના પતિને સાંકળતી કડીઓ મળી હતી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

જેમાં જે રિક્ષા મારફતે પાર્સલ ડિલિવર કર્યુ હતુ એ એક મોપેડ ચાલકે આપ્યું હતુ. જે અંગેની કડીઓ મળતા તે મોપેડ ચાલક સુધી પહોંચતા તે મૃતકની પ્રેમિકાનો પતિ હોવાનું સામે આવ્યું હતુ.  કરુંડા ગામની પ્રેમિકાના પતિ જયંતી વણઝારાની પૂછપરછ કરતા બ્લાસ્ટમાં તેની સંડોવણી હોવાની પોલીસને કડીઓ મળી હતી. પોલીસે જિતેન્દ્રની ધરપકડ કરી લઈને બ્લાસ્ટ મામલામાં તેને કોણે કોણે સાથ પૂરાવ્યો છે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત

આમ તો શરુઆતથી જ એ પ્રકારે વાત થઈ હતી કે, ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતુ અને જેની ડિલિવરી થયા બાદ પાર્સલ બ્લાસ્ટ થયુ હતુ. એક રિક્ષા આવી હતી અને જેમાંથી ઉતરેલા શખ્શે એક બોક્સ પેક હતું જેને જિતેન્દ્ર વણઝારાના ઘરે આપ્યું હતું. જેમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમ હોવાનું જણાવ્યું હતુ. પરંતુ પાર્સલને ખોલ્યા બાદ તેનો પ્લગ ભરાવીને સ્વીચ ચાલુ કરતા જ તેમાં ધડાકો થતા જ પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હતુ.

ઘટનામાં પિતા-પુત્રીના મોત ઉપરાંત બે અન્ય વ્યક્તિઓની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બંનેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:09 pm, Fri, 3 May 24

Next Article