AstraZenecaનો મોટો નિર્ણય, આડઅસરની કબૂલાત બાદ દુનિયાભરમાંથી પાછી ખેંચી લેશે કોવિડની રસી

|

May 08, 2024 | 9:03 AM

AstraZeneca વેક્સિન પર ઉઠેલા સવાલો બાદ કંપનીએ એક નવું પગલું ભર્યું છે. તેણે કહ્યું છે કે રોગચાળા પછી ઉપલબ્ધ અપડેટેડ રસીઓની વિપુલતાને ધ્યાનમાં રાખીને, તેણે વિશ્વભરમાંથી તેની કોવિડ -19 રસી પાછી ખેંચવાની શરૂઆત કરી છે.

AstraZenecaનો મોટો નિર્ણય, આડઅસરની કબૂલાત બાદ દુનિયાભરમાંથી પાછી ખેંચી લેશે કોવિડની રસી

Follow us on

બ્રિટન સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની AstraZenecaની વેક્સીન પર આડઅસરને લઈને સવાલો ઉઠાવ્યા બાદ કંપનીએ એક નવું પગલું ભર્યું છે. કંપનીએ કહ્યું છે કે કોરોના રોગચાળા પછી ઉપલબ્ધ અપડેટેડ રસીઓની વિપુલતાને ધ્યાનમાં રાખીને, તેણે વિશ્વભરમાંથી તેની કોવિડ -19 રસી પાછી ખેંચવાની પહેલ કરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે યુરોપમાં વેક્સજાવરિયાની વેક્સીનની માર્કેટિંગ અધિકૃતતા પાછી ખેંચી લેશે.

તાજેતરમાં, એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની કોવિડ રસી લોહીના ગંઠાઈ જવા જેવી આડ અસરોનું કારણ બની શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો.

એસ્ટ્રાઝેનેકાએ કહ્યું, ‘કોવિડની ઘણી પ્રકારની રસીઓ વિકસાવવામાં આવી હોવાથી, ઉપલબ્ધ અપડેટેડ રસીઓની સંખ્યા વધુ છે. આ કારણે વેક્સજાવેરિયા રસીની માંગમાં ઘટાડો થયો છે. આ કારણે હવે તેનું ઉત્પાદન કે સપ્લાય થતું નથી. ટેલિગ્રાફના અનુસાર, કંપનીની રસી પાછી ખેંચવાની અરજી 5 માર્ચે કરવામાં આવી હતી અને તે 7 મેના રોજ અસરકારક બની હતી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

એસ્ટ્રાઝેનેકાએ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું હતું. હાલમાં, કંપની કોર્ટમાં એક કેસનો સામનો કરી રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની કોવિડ વેક્સિનને લીધે લોકોના મોત થઈ રહ્યાં છે અને ગંભીર શારીરિક નુકસાન થઈ રહ્યું છે. યુકે સ્થિત ફાર્મા કંપનીએ ભારત સરકારને રસી સપ્લાય કરવા માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે હાથ મિલાવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી.

Next Article