હેપ્પી ન્યૂ યર 2024: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, સિડનીના હાર્બર બ્રિજ પર જોરદાર આતશબાજી, જુઓ વીડિયો

|

Dec 31, 2023 | 7:11 PM

જો કે નવા વર્ષની ઉજવણી આ વખતે થોડી ફિક્કી જોવા મળી છે, કારણ કે દુનિયા 2 જગ્યા પર યુદ્ધનો માર સહન કરી રહી છે. યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી ગઈ. પાકિસ્તાન પણ ગાઝા યુદ્ધના કારણે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું નથી.

હેપ્પી ન્યૂ યર 2024: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, સિડનીના હાર્બર બ્રિજ પર જોરદાર આતશબાજી, જુઓ વીડિયો
Harbor Bridge australia

Follow us on

વર્ષ 2023 હવે ઈતિહાસ બનવા તરફ અને દુનિયાના લોકો 2024નું સ્વાગત કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ઘણા દેશોમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. ભારતમાં પણ નવા વર્ષના સ્વાગત માટે લોકો રાહ જોઈ રહ્યા છે અને થોડા જ કલાકોમાં ઉજવણી કરશે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ અને અમદાવાદ સહિત દરેક જગ્યાએ લોકો ઉજવણી કરશે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વર્ષ 2024નો જશ્ન મનાવનારા શરૂઆતી દેશ છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમય મુજબ સાંજે 4 વાગ્યે જ રાતના 12 વાગ્યે છે અને નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જાય છે. ન્યૂઝીલેન્ડના સ્કાય ટાવર પર જોરદાર આતશબાજીની સાથે નવા વર્ષનું વેલકમ કરવામાં આવ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.

સિડની હાર્બર બ્રિજ પર જોરદાર આતશબાજી

જ્યારે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ બાદ ભારતીય સમય મુજબ 6 વાગ્યે ઓસ્ટ્રેલિયામાં રાતના 12 વાગતા જ નવા વર્ષની ધૂમ ઉજવણી શરૂ થઈ ગઈ. સિડનીના વિશ્વ પ્રસિદ્ધ સિડની હાર્બર બ્રિજ પર નવા વર્ષના સ્વાગતમાં જોરદાર આતશબાજી કરવામાં આવી. હાર્બર બ્રિજ પર થતી આતશબાજીને દુનિયાભરમાં લગભગ 42.5 કરોડ લોકોએ જોઈ.

ભારત અને ચીનમાં પણ નવા વર્ષને લઈ જોરદાર ઉત્સાહ છે. અહીં 12 વાગવાની રાહ જોવાઈ રહી છે. ભારતમાં નવા વર્ષના જશ્નને લઈ રાજધાની દિલ્હી, મુંબઈ સહિત ઘણા શહેરોમાં ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે અને કડક સુરક્ષાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જો કે નવા વર્ષની ઉજવણી આ વખતે થોડી ફિક્કી જોવા મળી છે, કારણ કે દુનિયા 2 જગ્યા પર યુદ્ધનો માર સહન કરી રહી છે. યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણી ફિક્કી પડી ગઈ. પાકિસ્તાન પણ ગાઝા યુદ્ધના કારણે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું નથી. પાકિસ્તાન સરકારે પેલેસ્ટાઈન પ્રત્યે એકજૂથ થવા માટે નવા વર્ષની પૂર્વ સંધ્યા પર આયોજિત તમામ સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જો કે સિડનીમાં મોટી સંખ્યામાં રવિવારે સવારથી જ સિડની હાર્બર બ્રિજના કિનારે લોકો હાજર થઈ ગયા છે. 7 ઓક્ટોબરે હમાસના ઈઝારેયલ પર હુમલા બાદ અહીં ઓપેરા હાઉસને ઈઝરાયેલી ધ્વજના રંગથી સજાવવામાં આવ્યું છે. ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજ પ્રકારે અમેરિકાના ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવર પર અધિકારીઓ અને પાર્ટી આયોજકો તરફથી કહેવામાં આવ્યું છે કે તે મોટી સંખ્યામાં લોકોને સ્વાગત કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાને લઈ તૈયાર છે. ફ્રાન્સમાં પણ નવા વર્ષની ઉજવણીને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

Next Article