જો તમને આ બીમારી હશે તો નહી મળે હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા, જાણો કેમ

|

May 05, 2024 | 6:10 PM

લોકો ઓચિંતી આવી પડતી બિમારીઓની સારવારનો મોટો ખર્ચ ટાળવા માટે આરોગ્ય વીમો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પણ કવર નથી થતી. તેનો અર્થ એ કે તમારે તેની સારવાર માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.

જો તમને આ બીમારી હશે તો નહી મળે હેલ્થ ઇન્સ્યોરન્સના પૈસા, જાણો કેમ
Health Insurance

Follow us on

આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. લોકોને કોઈપણ બીમારી થાય તો તેની સારવારમાં ઘણા પૈસા ખર્ચાઈ જાય છે. તેથી હવે લોકો ઓચિંતી આવી પડતી બીમારીઓની સારવારનો મોટો ખર્ચ ટાળવા માટે આરોગ્ય વીમો લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં પણ કવર નથી થતી. તેનો અર્થ એ કે તમારે તેની સારવાર માટે જાતે જ ચૂકવણી કરવી પડશે.

જન્મજાત બિમારી

મનુષ્યમાં કેટલીક બીમારીઓ એવી હોય છે જે જન્મજાત હોય છે. તેનો અર્થ એ છે કે તે તેઓ જન્મ્યા ત્યારથી આ બિમારીથી પીડાય છે. જન્મજાત બિમારીઓને બે વર્ગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ બાહ્ય જન્મજાત બિમારી અને બીજી આંતરિક જન્મજાત બિમારી. બાહ્ય જન્મજાત બિમારીઓ જેવી કે શરીર પર વધારાની ત્વચા અથવા કોઈપણ વધારાનું અંગ. તો જન્મતાની સાથે જ હૃદય નબળા પડવા જેવા આંતરિક રોગો પણ છે. આ રોગો આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવતા નથી.

ચેપી રોગ

કેટલીક બિમારીઓ એવી છે જે ચેપી છે. એટલે કે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. HIV, STD અને ગોનોરિયા જેવી બિમારીઓ જેનો હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ લાભ મળતો નથી.કારણ કે તેની સારવારમાં લાંબો સમય લાગી શકે છે અને આવી સ્થિતિમાં આરોગ્ય વીમા કંપનીઓ પોતાને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ બિમારીઓને હેલ્થ ઈન્શ્યોરન્સ સામેલ કરતી નથી.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

કોસ્મેટિક સર્જરી દ્વારા થતા રોગો

આજકાલ કોસ્મેટિક સર્જરી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. લોકો કોસ્મેટિક સર્જરી દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં ફેરફાર કરાવતા હોય છે. પરંતુ ઘણી વખત એવા કેસો સામે આવે છે કે કોસ્મેટિક સર્જરીની આડઅસર થાય છે અને તે સ્વાસ્થ્યને બગાડે છે. આરોગ્ય વીમા કંપનીઓ સામાન્ય રીતે તેમની પોલિસીમાં કોસ્મેટિક સર્જરીને કારણે થતા ખરાબ સ્વાસ્થ્યને આવરી લેતી નથી.

આ પણ વાંચો વિશ્વનો એકમાત્ર દેશ જે સંપૂર્ણપણે છે ડિજિટલ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ટરનેટ છે ફ્રી

Next Article