તમારી આ ભૂલો જ તમારો ચહેરો બ્લેક બનાવે છે, આ રીતે મેળવો ગ્લોઈંગ સ્કિન

|

Jan 17, 2024 | 11:12 AM

ચમકતો ચહેરો દરેક વ્યક્તિને પસંદ હોય છે, પરંતુ ક્યારેક અચાનક ત્વચાનો રંગ કાળો થવા લાગે છે અને ત્વચા ડલ દેખાવા લાગે છે. આની પાછળ તમારી ભૂલો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે, કઈ ભૂલો છે જેના કારણે ચેહરો કાળો પડવા લાગે છે.

તમારી આ ભૂલો જ તમારો ચહેરો બ્લેક બનાવે છે, આ રીતે મેળવો ગ્લોઈંગ સ્કિન

Follow us on

ત્વચા ચમકીલી અને ગ્લોઈંગ બનાવવાની સૌ કોઈની ઈચ્છા હોય છે પરંતુ કેટલીક વખત સ્કીન પ્રોબલેમ વધવા લાગે છે અને અચાનક ચેહરો ડલ દેખાવવા લાગે છે. જેની પાછળ પોલ્યુશનથી લઈને અનેક કારણો હોય શકે છે. તમારી સ્કિનનો ગ્લોઈંગ કે પછી ડલ હોવી એ વાત પર નિર્ભર કરે છે કે,તમે સ્કિન રુટીન ફોલો કઈ રીતે કરો છો. ડેલી રુટિનમાં કેટલીક ભૂલોના કારણે ત્વચાનો રંગ કાળો પડવા લાગે છે અને ચેહરો ડલ દેખાવવા લાગે છે.

ફુડથી લઈને કસરત સુધી ડેલી રુટિનની તમામ એક્ટીવિટીની અસર તમારા સ્વાસ્થની સાથે ત્વચા પર પણ દેખાય છે. ચેહરાની ગ્લોઈગ અને ચમકદાર બનાવવા માટે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, કઈ ભૂલો છે જેના કારણે ચેહરો કાળો પડવા લાગે છે.

ડેલી રુટિનમાં હૈવી મેકઅપ ન વાપરો

કોસ્મેટિક પ્રોડક્ટમાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જો તમે ડેલી રુટિનમાં હૈવી મેકઅપ વાપરો છો કે પછી તમારો મેકઅપ સારી ક્વોલિટીનો ન હોય તો તેનાથી તમારી ત્વચાને નુકસાન થઈ શકે છે. તેમજ ચેહરો કાળો પડવા લાગે છે. તમે સારી ક્વોલિટીની લિપસ્ટિક ઉપયોગ ન કરો તો પણ તેમા રહેલું કેમિકલ તમારા હોઠ ખરાબ કરી શકે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી સ્કિન કાળી પડવા લાગે છે. જો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા નથી તો તમારી ત્વચા પર ખરાબ અસર પડે છે.આનાથી માત્ર ત્વચા કાળી પડતી નથી ડલ પણ થઈ જાય છે. એટલા માટે તડકામાં જતા પહેલા સનસ્કીન લગાવવી જરુરી છે.

ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા વધી શકે

શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે. તેના ફાયદા અને ગેરફાયદા પણ છે. વધુ સમય સુધી ગરમ પાણીથી નહાવાથી તમારી ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા વધી શકે છે અને તેના કારણે ત્વચાનો રંગ ડાર્ક થવા લાગે છે. તેથી, નહાવા માટે, પાણી એટલું ગરમ ​​લો કે તે ત્વચા પર માત્ર નવશેકું અનુભવાય.

ભરપુર માત્રામાં પાણી ન પીવાના કારણે ત્વચા ડિહાઈડ્રેટ થઈ શકે છે જેનાથી તમારી ત્વચા સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે આખી બોડી તેમજ તવ્ચાને હેલ્ધી રાખવા માટે ભરપુર માત્રામાં પાણી પીવું જોઈએ.

સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે

ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે તેમજ ખાવાની આદતો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને મોટાભાગના લોકો હેલ્ધી આહાર લેતા નથી. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એટલું જ નહીં, પોષક તત્વોની અછતને કારણે તમારી ત્વચાનો રંગ પણ કાળો થઈ શકે છે અને આ સિવાય ત્વચાની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. ચમકદાર ચહેરા માટે લીલા શાકભાજી તેમજ ફળો અને ડ્રાય ફ્રૂટ્સનું ભરપુર માત્રામાં સેવન કરો.

નોંધ : તમારે તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

જીવનશૈલી અને હેલ્થ સહિતના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Next Article