Breaking News : CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, અહીં રોલ નંબર દ્વારા સ્કોરકાર્ડ તપાસો

|

May 13, 2024 | 2:29 PM

CBSE 10th Result 2024 declared: CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ CBSEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અને રોલ નંબર દાખલ કરીને સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

Breaking News : CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, અહીં રોલ નંબર દ્વારા સ્કોરકાર્ડ તપાસો

Follow us on

CBSE 10th Result 2024 declared: CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ CBSEની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અને રોલ નંબર દાખલ કરીને સ્કોરકાર્ડ ચકાસી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધોરણ  પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE બોર્ડમાં કુલ 93.60 ટકા વિદ્યાર્થીઓએ 10મું પાસ કર્યું છે. 10મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી દેશભરમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અહીં આપેલી સીધી લિંક પર રોલ નંબર દાખલ કરીને સ્કોરકાર્ડ ચકાસી શકે છે અને માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ધોરણ 10 CBSE નું પરિણામ સરેરાશ 93.60% પરિણામ આવ્યુ છે. 22.38 લાખ વિદ્યાથીઓએ આ પરીક્ષા આપી હતી. વિદ્યાથીઓ કરતા વિદ્યાર્થીનીઓએ આ પરીક્ષામાં બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ 92.71 જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 94.75 % છે.

CBSE ધોરણ 10માં પણ ત્રિવેન્દ્રમ પ્રદેશનું પરિણામ સૌથી વધુ 99.75 ટકા આવ્યુ છે. આ પછી, વિજયવાડા ક્ષેત્રનું પરિણામ 99.60%, ચેન્નાઈ ક્ષેત્રનું 99.30%, બેંગલુરુ ક્ષેત્રનું 99.26% અને અજમેર ક્ષેત્રનું પરિણામ 97.10% નોંધાયું છે. જ્યારે ધોરણ 10માં કુલ 132337 વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. CBSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 10મી બોર્ડની પરીક્ષા 2025માં 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. વિગતવાર ટાઈમ ટેબલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

CBSE 10ના પરિણામની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • CBSE ની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
  • અહીં CBSE 10મા પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
  • હવે રોલ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  • માર્કશીટ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે તપાસો અને પ્રિન્ટ આઉટ લો.

વિદ્યાર્થિનીઓએ મારી બાજી

CBSE ધોરણ 10માં વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ સારું પ્રદર્શન કર્યું છે.વિદ્યાર્થિનીઓનું પરિણામ 94.75 ટકા નોંધાયું છે. કુલ 92.71 ટકા વિદ્યાર્થી સફળ થયા છે. આ વખતે કુલ 212384 વિદ્યાર્થીઓએ 90 ટકા અને તેથી વધુ ગુણ મેળવ્યા છે. કુલ 47983 વિદ્યાર્થીઓએ 95 ટકા અને તેથી વધુ માર્કસ મેળવ્યા છે.

Published On - 2:03 pm, Mon, 13 May 24

Next Article