આખરે કોંગ્રેસે સસ્પેન્સનો અંત લાવી દીધો છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અમેઠીથી કિશોરી લાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.તો મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના નથી.
આ બેઠકો અંગે ઘણા સમયથી કોંગ્રેસે સસ્પેન્સ રાખ્યુ હતું. રાહુલ ગાંધી પણ કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ અમેઠીથી કોંગ્રેસના કેએલ શર્માની ભાજપમાંથી સ્મૃતિ ઇરાની સામે ટક્કર થશે. સાથે જ કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે.
કોંગ્રેસે આજે એટલે કે શુક્રવારે બે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ નવી યાદીમાં કોંગ્રેસે અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, પરંતુ આખરે પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો અને રાહુલને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા.
#RahulGandhi to contest #LokSabha polls from #Raebareli . #Tv9News pic.twitter.com/vvp4kIz7wt
— Tv9 Gujarati (@tv9gujarati) May 3, 2024
બીજી તરફ કેએલ શર્મા ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. કેએલ શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે કેએલ શર્માનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે. પંજાબના રહેવાસી કિશોરી લાલ શર્મા 1983માં રાજીવ ગાંધી સાથે પહેલીવાર અમેઠી પહોંચ્યા હતા. ત્યારથી તેઓ સતત કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહ્યા છે.
1991 માં રાજીવ ગાંધીના મૃત્યુ પછી, જ્યારે ગાંધી પરિવારના સભ્યોએ આ બેઠક પરથી ચૂંટણી લડી ન હતી, ત્યારે પણ કેએલ શર્માએ કોંગ્રેસ પાર્ટીના તમામ સાંસદો માટે અહીં કામ કર્યું હતું. આ પછી, સોનિયાના સાંસદ બન્યા પછી, તેઓ તેમના સંસદીય પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
Published On - 8:50 am, Fri, 3 May 24