ટોક્યો એરપોર્ટ પર અકસ્માત, બે વિમાન એકબીજા સાથે અથડાતા ભડભડ સળગી ઉઠ્યા, જુઓ તસવીરો

|

Jan 02, 2024 | 6:42 PM

જાપાનના ટોક્યો એરપોર્ટ પર આજે બે વિમાન વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. એરપોર્ટ પર જે પ્લેનમાં આગ લાગી તે જાપાન એરલાઈન્સનું હતું. આ પ્લેનમાં કુલ 379 મુસાફરો હતા. વિમાનમાં આગ લાગ્યા બાદ સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે પેસેન્જર વિમાનમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવાયા છે.

1 / 5
જાપાનની રાજધાની ટોક્યોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. એરપોર્ટ પર ઉતર્યા બાદ અચાનક જ પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે થોડીવારમાં પ્લેનના પાછળના ભાગને લપેટમાં લઈ લીધો. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેલાલ સામે આવ્યા છે.

2 / 5
મીડિયા રિપોર્ટ અનુસાર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે બે પ્લેન વચ્ચે અથડામણ થયા બાદ એક પ્લેનમાં રનવે પર જ આગ લાગી હતી. બે પ્લેનમાંથી એક પ્લેન જાપાન એરલાઈન્સનું હતું. જ્યારે બીજું પ્લેન કોસ્ટ ગાર્ડનું હોવાનું કહેવાય છે.

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટક્કર બાદ પેસેન્જર પ્લેનના પાછળના ભાગમાં આગ લાગી હતી. મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં આગ આખા પ્લેનમાં લપેટમાં આવી ગઈ હતી. કોસ્ટ ગાર્ડના વિમાનમાં કુલ છ લોકો સવાર હતા જેમાંથી પાંચના મોત થયા છે.

4 / 5
બે વિમાનો અથડાયા બાદ સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 70 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

5 / 5
ફાયર બ્રિગેડની ગાડીઓ પ્લેનમાં લાગેલી આગને કાબુમાં લે ત્યાં સુધીમાં પેસેન્જર પ્લેનનો મોટાભાગનો ભાગ બળી ગયો હતો. રનવેથી થોડે દૂર પ્લેન સળગી રહ્યું હતું, તેથી આખું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. 
( સૌજન્ય- તમામ તસવીરો પીટીઆઈ )

ફાયર બ્રિગેડની ગાડીઓ પ્લેનમાં લાગેલી આગને કાબુમાં લે ત્યાં સુધીમાં પેસેન્જર પ્લેનનો મોટાભાગનો ભાગ બળી ગયો હતો. રનવેથી થોડે દૂર પ્લેન સળગી રહ્યું હતું, તેથી આખું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. ( સૌજન્ય- તમામ તસવીરો પીટીઆઈ )

Published On - 6:17 pm, Tue, 2 January 24

Next Photo Gallery