શાસ્ત્રીય વાદ્યોના સૂરથી ગુંજયું અયોધ્યા, ગુજરાતના વાજિંત્રની ધ્વનિએ સમારોહને ‘રામ મય’ બનાવ્યું

|

Jan 22, 2024 | 3:59 PM

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન સુમધુર સંગીરનો અવાજ સંભળાઈ રહ્યો હતો. 22 જાન્યુઆરીના રોજ આ ભવ્ય સમારોહમાં પરફોર્મ કરવા માટે ભારતના વિવિધ ભાગોમાંથી સંગીતકારોને બોલાવવામાં આવ્યા છે. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ શાસ્ત્રીય વાદ્યોએ ધૂન વગાડી હતી.

1 / 5
આ ભવ્ય કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશની વાંસળી અને ઢોલકના કલાકારોએ સુંદર પરફોર્મન્સ આપી સમારોહને સંગીતમય બનાવ્યું હતું.

2 / 5
કર્ણાટકની વીણા અને મહારાષ્ટ્રની સુંદરી નામના વાજિંત્રના સંગીતે આ સમારોહમાં ચાર ચાંદ લગાવી હતી.

3 / 5
પંજાબથી અલ્ઘોઝા, ઓડિશાથી મરદલા, મણિપુરથી પુંગ, આસામમાંથી નાગડા અને કાલીના મધુર સંગીતની ઘ્વનિથી સમારોહની મહેક વધી ગઈ હતી.

4 / 5
છત્તીસગઢથી તંબુરા, બિહારથી પખાવાજ, દિલ્હીથી શેહાની અને રાજસ્થાનમાંથી રાવણહથ્થાની ધૂન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ગુંજી હતી.

5 / 5
ઉત્તરપ્રદેશની બાંસુરી અને ઢોલકે સંગીતમાં ધુર સમારોહમાં વરસાવી હતી, તો ખાસ ગુજરાતથી સંતૂર નામના વાજિંત્રની ધ્વનિએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને વધુ ભક્તિભાવ ભર્યું અને રામ મય બનાવ્યું હતું.

Published On - 3:59 pm, Mon, 22 January 24

Next Photo Gallery
વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ન પહોંચ્યો, જાણો કારણ
ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી ઘર ઘર ફેમસ થયા હતા આ સ્ટાર, જુઓ અહીં તસવીરો