સલમાનની બહેનને છૂટાછેડા આપવાનો હતો આયુષ શર્મા ? અભિનેતાએ કર્યો ખુલાસો
સલમાન ખાનની બહેન અર્પિતાનો હસબન્ડ અને એક્ટર આયુષ શર્મા તેને ડિવોર્સ આપવા જઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શું ખરેખર અભિનેતા સલમાનની બહેનથી છૂટાછેડા લઈ રહ્યો છે ?
1 / 5
સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરે છે. સાથે જ તેની નાની બહેન અર્પિતા ખાન તેની સૌથી ફેવરિટ છે. સલમાને અર્પિતા અને આયુષ શર્માના લગ્ન ધામધૂમથી યોજ્યા હતા. સલમાન, શાહરૂખ અને આમિર તેમના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. આ લગ્ન એ તે સમય ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે અર્પિતાનો હસબન્ડ અને એક્ટર આયુષ શર્મા તેને ડિવોર્સ આપવા જઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે શું ખરેખર અભિનેતા સલમાનની બહેનથી છૂટાછેડા લઈ રહ્યો છે ?
2 / 5
અર્પિતા અને આયુષના સંબંધોમાં કંઇક સારું નથી ચાલી રહ્યું, બંને જલ્દી અલગ થવાના આ સમાચાર હાલ ખુબ જ ફેલાય રહ્યા છે. ત્યારે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આયુષ શર્માએ પહેલીવાર આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું હતું. આયુષે જણાવ્યું કે પાપારાઝીએ તેને પૂછ્યું હતું કે શું તે તેની પત્નીને છૂટાછેડા આપી રહ્યો છે. આ સાંભળીને અભિનેતા આશ્ચર્યચકિત થઈ ગયો.
3 / 5
આયુષે તે ઘટનાને યાદ કરી જે અગાઉ પણ એકવાર બની હતી અને આનંદ સાથે કહ્યું, “કોઈને તેના જીવનમાં એટલો રસ નથી કે તેના વિશે અફવાઓ ફેલાવવામાં આવે. આ સાથે તેણે કહ્યું કે જ્યારે તે તેના પુત્ર સાથે ડોસા ખાવા માટે ઘરની બહાર આવ્યો હતો અને પાપારાઝીએ તેને રોક્યો અને પૂછ્યું કે શું તે છૂટાછેડા માટે અરજી કરી રહ્યો છે. આ સવાલ સાંભળીને પહેલા તો તે થોડો આશ્ચર્યચકિત થયો હતો અને સીધો ઘરે ચાલ્યો ગયો
4 / 5
આયુષે કહ્યું- “જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મેં અર્પિતાને પૂછ્યું કે શું તે મને છૂટાછેડા આપવા જઈ રહી છે. અને અમે એ વાત પર ખૂબ હસ્યા." અભિનેતાના કહેવા પ્રમાણે, અર્પિતા હંમેશા તેને સપોર્ટ કરે છે અને તેની સાથે ઉભી રહે છે. તેણે એમ પણ કહ્યું કે અર્પિતા તેની દરેક ફિલ્મ જોયા પછી નિષ્પક્ષપણે પોતાનો અભિપ્રાય આપે છે.
5 / 5
તમને જણાવી દઈએ કે આયુષ શર્મા અને અર્પિતા ખાન શર્મા પહેલીવાર 2011 માં એક પાર્ટીમાં કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા. તે દરમિયાન, આયુષે જ પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ અર્પિતાએ અભિનેતા માટે તેની લાગણી વ્યક્ત કરવા માટે સમય લીધો હતો. લવબર્ડ્સે નવેમ્બર 2014માં લગ્ન કર્યા હતા. હવે આ દંપતી એક પુત્ર આહિલ અને પુત્રી આયતના માતા-પિતા છે. લવબર્ડ્સ આ વર્ષે તેમની 10મી લગ્નની વર્ષગાંઠ ઉજવશે.
Published On - 2:34 pm, Fri, 10 May 24