લોકસભા સાથે વિધાનસભાની આ 4 બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી, ક્યારે થશે જાહેર? જાણો

|

Mar 04, 2024 | 4:40 PM

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોને જાહેર કરવા સાથે જ હવે માહોલ ચૂંટણીમય બનવા લાગ્યો છે. રાજ્યમાં જાહેર થયેલ લોકસભા બેઠકના ઉમેદવારોએ હવે વિસ્તારમાં ચૂંટણી પ્રચારને લઈ પોતાની ગતિવિધીઓ પણ શરુ કરી દીધી છે. હવે આ સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ ચાર બેટક માટે જાહેર થઈ શકે છે.

1 / 6
લોકસભાની ચૂટણીને લઈ હવે માહોલ ધીરે ધીરે ચૂંટણીમય બની રહ્યો છે. આ દરમિયાન ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. આ દરમિયાન હવે લોકસભાની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ સાથે જ હવે ચાર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ પણ જાહેર થવાની સંભાવના છે. જે બેઠકો પરના ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતા અને હવે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

2 / 6
રાજ્યમાં ખંભાત, વિજાપુર, વિસાવદર અને વાઘોડીયા સહિત ચાર બેઠકો પરના ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રાજીનામા મુકવામાં આવ્યા હતા. આમ હવે ખાલી પડેલી બેઠક પર લોકસભાની સાથે જ પેટા ચૂંટણી યોજાઈ શકે છે.

3 / 6
ખંભાત બેઠક પર ચિરાગ પટેલ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા. આ દરમિયાન તેઓ હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતરી શકે છે.

4 / 6
વિજાપુરના ધારાસભ્ય પદ પરથી કોંગ્રેસના અગ્રણી નેતા સીજે ચાવડાએ રાજીનામુ ધરીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સીજે ચાવડા હવે ફરીથી વિજાપુરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતરી શકે છે.

5 / 6
વિસાવદર બેઠક પરથી આપના ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા. તેઓએ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ ધર્યા બાદ, બેઠક ખાલી થઈ હતી. તેઓ હવે ફરી પેટા ચૂંટણીમાં મેદાને ઉતરવાના સંભાવના છે.

6 / 6
વાઘોડિયા બેઠક પરથી અપક્ષના ધારાસભ્ય તરીકે 2022માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા હતા. ધર્મેન્દ્રસિંહે રાજીનામું ધરીને હવે ભાજપમાં જોડાયા છે. વાઘોડિયા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે અને જેમાં ધર્મેન્દ્રસિંહ ભાજપના ઉમેદવાર બની શકે છે.

Published On - 4:39 pm, Mon, 4 March 24

Next Photo Gallery