બોલિવુડની પ્રતિભાશાળી એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેના કરિયરમાં અત્યાર સુધી જે પણ પાત્રો ભજવ્યા છે, દર્શકોને તે પસંદ આવ્યા છે. પોતાની ડેબ્યુ ફિલ્મથી જ તેણે સાબિત કરી દીધું કે તે ફેન્સનું દિલ કેવી રીતે જીતવું તે જાણે છે. ફિલ્મોની સાથે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સનું મનોરંજન કરે છે. હાલમાં એક્ટ્રેસનો સાડીનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.