ધક ધક ગર્લ આજે આ સુપર સ્ટારની પત્ની હોત, પરંતુ આ એક કારણે વાત આગળ ન ચાલી
બોલિવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત 90ના સમયની શાનદાર અભિનેત્રી છે. પોતાની ફિલ્મો સિવાય પોતાના અફેરના કારણે પણ અભિનેત્રી ચર્ચામાં રહી છે. પરંતુ જ્યારે તેમણે અચાનક ડો.નેને સાથે લગ્ન કર્યા તો સૌ કોઈ ચોંકી ગયા હતા.
1 / 5
આજે અમે તેના જન્મદિવસના ખાસ અવસર પર અભિનેત્રીના અફેર વિશે ચર્ચા કરીશું. આ એક કારણથી માધુરી દિક્ષીત અને સંજય દત્તની વાત આગળ ચાલી નહિ, અને બંન્નેની લવ સ્ટોરી ટુંકમાં જ પૂર્ણ થઈ હતી.
2 / 5
માત્ર એક્ટિંગ જ નહિ ધક ધક ગર્લ પોતાના ડાન્સને કારણે પણ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. ખલનાયક, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં માધુરીએ પોતાનો ડાન્સ દેખાડ્યો છે. ફિલ્મો સિવાય અભિનેત્રીના અફેરની પણ ખુબ ચર્ચાઓ થઈ ચુકી છે.
3 / 5
એક સમય એવો હતો કે, માધુરીનું નામ એક લગ્ન કરેલા અભિનેતા સાથે જોડાયું હતુ. સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 90ના સમયમાં હિટ હતી. બંન્ને સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે કામ કરતા કરતા સંજય દત્ત માધુરી પર દિલ હારી બેઠો હતો. બંન્નેના લગ્નની અફવાઓ પર ઉડવા લાગી હતી.
4 / 5
આ તમામ અફવાઓ બાદ જ્યારે મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ આવ્યું તો માધુરીએ સંજય દત્ત સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતા.1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાજન'માં સંજય અને માધુરીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.
5 / 5
સંજય દત્ત સિવાય માધુરીની જોડી અનિલ કપુર સાથે પણ ચાહકોને પસંદ થવા લાગી હતી. બંન્ને ઓનસ્ક્રીન નહિ પરંતુ ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ સારી લાગતી હતી. અનિલ કપુર અને માધુરીએ અંદાજે 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનેક અફવા થવા લાગી પરંતુ આ બંન્ને ક્યારે આ વાતને સ્વીકારી ન હતી.
Published On - 7:15 am, Wed, 15 May 24