Reel લાઈફમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે ગુજરાતી રિયલ લાઈફ કપલ, જુઓ ફોટો
પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઈફમાં પતિ પત્ની છે. હંસલ મહેતાની સીરિઝ "ગાંધી"માં ભામિની કસ્તૂરબા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. બંન્ને કપલ એક સીરિઝમાં સાથે જોવા મળશે આ વાતને લઈ પતિ-પત્ની ખુબ ખુશ છે. તમને જણાવી દઈએ આ બંન્ને ગુજરાતી કલાકાર છે.
1 / 5
તમે જોયું હશે કે, અનેક એવી ફિલ્મો હશે. જેમાં બોલિવુડનું રિયલ કપલ રીલ લાઈફમાં પતિ -પત્નીની ભુમિકામાં સાથે જોવા મળ્યા હોય અને આ ફિલ્મ હિટ પણ ગઈ હોય. ત્યારે ગુજરાતી સિનેમાનું એક કપલ એટલે પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા બંન્ને સાથે વેબ સિરીઝમાં સાથે જોવા મળશે.
2 / 5
અભિનેતા પ્રતિક ગાંધી હાલમાં ખુબ ચર્ચામાં છે. તેની ફિલ્મ દો ઔર દો પ્યાર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ સિવાય પ્રતિક ગાંધી ટુંક સમયમાં આવનારી હંસલ મહેતાની સીરિઝ ગાંધીમાં મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવતો જોવા મળશે.
3 / 5
સીરિઝ "ગાંધી"માં વધુ એક ખાસ વાત છે પ્રતિક ગાંધી આ સિરીઝમાં તેમની પત્ની ભામિની ઓઝાની સાથે પહેલી વખત 'ગાંધી'માં સ્ક્રીન શેર કરશે.
4 / 5
પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઈફમાં પતિ -પત્ની છે. હંસલ મહેતાની સીરિઝ 'ગાંધી'માં ભામિની કસ્તુરબાની ભુમિકામાં જોવા મળશે. ભામિનીએ આ વિષય પર વાત કરતા કહ્યું કે, મારા માટે આ કોઈ સપનાથી ઓછું નથી. મારું સપનું સાચું થઈ રહ્યું છે. હું અને પ્રતિક એક સાથે એક સીરિઝમાં અને એ પણ પતિ-પત્નીની ભૂમિકા નિભાવશું.
5 / 5
તમને જણાવી દઈએ કે, પ્રતિક ગાંધી એક ગુજરાતી અભિનેતા છે પરંતુ તેમણે ખુબ ઓછા સમયમાં બોલિવુડમાં મોટું નામ કમાયું છે. Scam 1992થી પ્રતિક ગાંધી ખુબ ફેમસ થયો હતો. ત્યારબાદ એક બાદ એક બોલિવુડની હિટ ફિલ્મો તેમજ સિરીઝ આપી રહ્યો છે. આ પહેલા કપલ એક શોર્ટ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.
Published On - 3:00 pm, Wed, 17 April 24