તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અભિનેતા સોઢી 50 વર્ષની ઉંમરે પણ છે કુંવારો, આવો છે પરિવાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર સોઢીનું પાત્ર નિભાવી ચૂકેલા ગુરુચરણ સિંહ કેટલાક દિવસથી ગુમ છે. પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સ્ટાર ગુમ થતા ચાહકો પરેશાન જોવા મળી રહ્યા છે. તો આજે આપણે ગુરુ ચરણ સિંહના પરિવાર વિશે વાત કરીશું.
1 / 6
જ્યારથી ટેલિવિઝન અભિનેતા ગુરુચરણ સિંહ ગુમ થયા છે, ત્યારથી તેમનો પરિવાર તેમજ તેમના ચાહકો ચિંતામાં છે. આવો છે અભિનેતાનો પરિવાર
2 / 6
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો અભિનેતા ગુરુચરણ સિંહ કેટલાક દિવસથી ગુમ છે. અભિનેતા દિલ્હી એરપોર્ટથી ગુમ છે. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો આજે આપણે સોઢીના પરિવાર વિશે વાત કરીશું.
3 / 6
ગુરુચરણ સિંહ એટલે કે, સોઢીનો જન્મ 12 મે 1973ના રોજ દિલ્હીમાં થયો છે. તેમના પિતાનું નામ હરગીત સિંહ છે. કોમેડી શોમાં પણ કામ કરી ચૂક્યો છે અભિનેતા. સોઢીને એક બહેન પણ છે. તે અનેક વખત કહી ચુક્યો છે કે, તેની બહેને તેના માટે ખુબ મહેનત કરી છે.
4 / 6
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરુચરણ રોશન સિંહ સોઢીના પાત્રમાં જોવા મળતો હતો. ગુરુચરણ સિંહ 50 વર્ષનો છે તેમણે લગ્ન કર્યા નથી.અભિનેતાએ દિલ્હીથી શાળા અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
5 / 6
તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ દિલ્હીનો રહેવાસી છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' તેનો ડેબ્યુ શો છે. જેની શરૂઆત 2008માં થઈ હતી. પણ એ પહેલાં ગુરુચરણ સિંહે પોતાના કરિયરની શરુઆત એક મોડલ તરીકે શરુ કરી હતી. ત્યારબાદ આ સિરીયલમાં જોવા મળતો હતો.
6 / 6
ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન સોઢી સૌ કોઈને હસાવતો રહે છે. સોઢી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં ખુબ મસ્તી કરતા પણ અનેક વખત જોવા મળ્યો છે.