Cannes Film Festival 2024 : મેટ ગાલા બાદ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થશે આ ભારતીય ચેહરાઓ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષ 14 મેથી 25 મેના રોજ આયોજિત થઈ રહ્યું છે. જેમાં અનેક જાણીતા ચેહરાઓ રેડ કાર્પેટ પર જોવા મળશે. આ વખતે મહોત્સવમાં અનેક નવા ચેહરાઓ પણ જોવા મળશે, તો ચાલો જોઈએ કે ક્યારે અને ક્યાં થઈ રહ્યો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ.
1 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ને હવે માત્ર 2 દિવસનો સમય બાકી છે. ગણતરીની કલાકોમાં ફિલ્મ જગતની સૌથી મોટી ઈવેન્ટ શરુ થવા જઈ રહી છે. દર વર્ષ મે મહિનામાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ 14 મેથી 25 મે સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
2 / 5
કુલ 12 દિવસ સુધી ચાલનાર આ ઈવેન્ટમાં વિશ્વભરના કલાકારો સામેલ થશે અને રેડકાર્પેટ પર પોતાનો ઝલવો દેખાડશે. ચાહકો તેના ફેવરિટ સ્ટારને આ ફેસ્ટિવલમાં અનોખા ડ્રેસ જોવા માટે આતુર છે.
3 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 14 મેથી 25 મે સુધી ચાલશે. મીડિયા રીપોર્ટ મુજબ વેબસાઈટ અનુસાર આયોજન 13 થી 14 તારીખ વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 11 કલાક થી રાત્રે 11 કલાક સુધી થશે. 15 મેથી 25 મે સુધી આયોજન બપોરે 12:30 થી 9:30 સુધી રહેશે.
4 / 5
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર સમારોહ ફ્રાન્સના ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. અન્ય લોકો યુટ્યુબ ચેનલો અને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.
5 / 5
બોલિવુડમાંથી કાન્સ ફેસ્ટિવલની રોશની વધારવા માટે બોલિવુડના જાણીતા ચેહરાઓ સામેલ થશે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન, અદિતિ રાવ હૈદરી,શોભિત ધુલિપાલ, રેડ કાર્પેટ પર પોતાની અદા દેખાડશે.તમને જણાવી દઈએ કે આ વર્ષે અનેક સોશિયલ મીડિયા ઈન્સફ્યુલ્નસ પણ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં જઈ રહ્યા છે.