યે હૈ મોહબ્બતે ફેમ ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીને થયો એક્સિડન્ટ, હોસ્પિટલમાં કરાઈ દાખલ

|

Apr 19, 2024 | 4:01 PM

સીરિયલ યે હૈ મોહબ્બતેં ફેમ દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત થયો છે. ટીવી અભિનેત્રી હાલ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલુ છે. આ માહિતી મળતા જ દિવ્યાંકાના પતિ અને અભિનેતા વિવેક દહિયા તરત જ પોતાનું કામ છોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

1 / 6
નાના પડદાની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીના લાખો ચાહકો છે. અભિનેત્રી તેના અભિનયની સાથે સાથે તેના સ્વભાવ માટે પણ જાણીતી છે. આ દરમિયાન દિવ્યાંકાના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિવ્યાંકાને અકસ્માત થયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ જાણકારી દિવ્યાંકાના પતિ વિવેક દહિયા અને પીઆર ટીમે સોશિયલ મીડિયા પર આપી છે. અભિનેત્રીનું આજે ઓપરેશન પણ છે.

2 / 6
ટીવી અભિનેત્રી હાલમાં તબીબી સારવાર હેઠળ છે. એવું માનવામાં આવે છે કે તે આગલા દિવસે અકસ્માતનો ભોગ બની હતી. જેમાં દિવ્યાંકાના હાથના બે હાડકા તૂટી ગયા છે. વિવેકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિવ્યાંકાના હાથનો એક્સ-રે પણ શેર કર્યો છે.

3 / 6
હાલમાં અભિનેત્રી કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. દિવ્યાંકાના અકસ્માતના સમાચાર વિવેકને મળતા જ તેણે પોતાનું લાઈવ સેશન કેન્સલ કરી દીધું અને તરત જ હોસ્પિટલ પહોંચી ગયો.

4 / 6
જે બાદ PR ટીમે પોસ્ટ કર્યું, 'અમને જણાવતા દુઃખ થાય છે કે આવતીકાલે નિર્ધારિત વિવેકનું લાઈવ સેશન મોકૂફ રાખવામાં આવ્યું છે. દિવ્યાંકાનો થોડા કલાકો પહેલા અકસ્માત થયો હતો અને હવે તે તબીબી સારવાર હેઠળ છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી વિવેક તેની સાથે રહેશે. તમારા સપોર્ટ બદલ આભાર. અને દિવ્યાંકાના જલ્દી સ્વસ્થ થવા સુધી અમારો સાથ આપો. વિવેક ટૂંક સમયમાં તમારી સાથે જોડાશે.

5 / 6
તમને જણાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેક તેમની ફેમસ સીરિયલ યે હૈ મોહબ્બતેના સેટ પર મળ્યા હતા. આ સીરિયલમાં દિવ્યાંકા લીડ રોલમાં હતી અને તેને તેના પાત્ર માટે દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો હતો.

6 / 6
આ શોમાં વિવેકે પણ એન્ટ્રી કરી હતી. જ્યાં બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. ત્યારબાદ બંનેના પરિવારજનોએ આ બન્નેના દોસ્તીને આગળ વધારવા કહ્યું. જે બાદ બંનેએ 8 જુલાઈ 2016ના રોજ લગ્ન કરી લીધા હતા.

Published On - 3:31 pm, Fri, 19 April 24

Next Photo Gallery