અમદાવાદમાં વહેલી સવારથી જોવા મળ્યુ વાદળછાયુ વાતાવરણ, રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ
અમદાવાદમાં શહેરીજનોને વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, તો બપોરે ગરમી અનુભવાય રહી છે આવા સમયે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને જોવા મળી રહ્યું છે.
1 / 6
શિયાળાની ઋતુ વિદાય લેવા જઇ રહી છે અને ઉનાળાની ઋતુનો પ્રારંભ થવાની તૈયારીમાં છે , ત્યારે ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
2 / 6
અમદાવાદમાં શહેરીજનોને વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે, તો બપોરે ગરમી અનુભવાય રહી છે આવા સમયે શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ લોકોને જોવા મળી રહ્યું છે.
3 / 6
અમદાવાદ શહેરમાં સવારે 10:00 વાગ્યે પણ વહેલી સવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એસ.જી હાઇવે, રિવરફ્રન્ટ તથા અન્ય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવું જોવા મળ્યુ છે.
4 / 6
વહેલી સવારે જ ઘર બહાર નીકળતા શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો વાતાવરણ જોતા એવું લાગતું કે આજે વરસાદ પડશે.
5 / 6
આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. 21 મી ફેબ્રુઆરીથી પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે.
6 / 6
હવામાન વિભાગની આગાહી અનુસાર લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડશે. 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો વરતારો રહેશે.