આજે બોલિવુડના આ મામા-ભાણેજની જોડી રહે છે ખુબ ચર્ચામાં, જાણો કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે
પ્રખ્યાત કોમેડિયન-અભિનેતા કૃષ્ણા અભિષેક તેના સુપરસ્ટાર મામા ગોવિંદા અને મામી સુનીતા આહુજા સાથે ઝગડાને લઈ ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં કૃષ્ણા અભિષેકની બહેનના લગ્નમાં મામા ગોવિંદાની એન્ટ્રી થતા હવે ઝગડો શાંત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે વાત કરીશું.
1 / 11
આ સ્ટારના મામા છે બોલિવુડના ડાન્સર તો બહેન કરી ચુકી છે ટીવી સિરીયલ પર રાજ, ભાભી પણ છે ખુબ સ્ટાઈલિશ, કોમેડિયનના નાના-નાની પણ હતા બોલિવુડમાં સકિય તો ચાલો આજે આપણે કૃષ્ણા અભિષેકના પરિવાર વિશે જાણીએ.
2 / 11
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ આ દેશને ઘણા કલાકારો આપ્યા છે, આ લિસ્ટમાં અરુણ કુમાર આહુજાનો પણ સમાવેશ થાય છે, જેને ગોવિંદાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવિંદાના પિતા અરુણ એક્ટર અને માતા સિંગર હતી, આજે તેના બાળકો તો બોલિવુડમાં છે સાથે તેની દિકરીનો દિકરો પણ બોલિવુડમાં મોટું નામ બની ગયો છે.
3 / 11
અભિષેક શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના આત્માપ્રકાશ શર્મા અને 30 મે 1983ના રોજ મુંબઈમાં થયો હતો.અભિનેતા ગોવિંદા તેના મામા છે. 1940-1950 ના દાયકાના હિન્દી ફિલ્મ અભિનેતા અરુણ કુમાર આહુજા તેમના નાના છે,તેમની માતાએ તેમનું નામ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનના નામ પરથી રાખ્યું હતું.
4 / 11
કૃષ્ણા અભિષેક શર્માનો જન્મ 30 મે 1983 રોજ થયો છે. જે તેનું નામ કૃષ્ણા અભિષેકથી પ્રખ્યાત છે, તે મુંબઈ, મહારાષ્ટ્રના ભારતીય અભિનેતા, કોમેડિયન અને ટેલિવિઝન હોસ્ટ છે. તેઓ કોમેડી સર્કસ, કોમેડી નાઈટ્સ બચાવો અને ધ કપિલ શર્મા શો જેવા ભારતીય ટેલિવિઝન પરના કોમેડી શોમાં તેમની કોમેડી માટે જાણીતો છે.
5 / 11
તેણે સોની ટીવી પર કોમેડી સર્કસ શોની ઘણી સીઝનમાં ભાગ લીધા બાદ કોમેડિયન તરીકે ખ્યાતિ મેળવી. તેણે નચ બલિયે 3 (2007) અને ઝલક દિખલા જા 4 (2010) સહિતના ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો.
6 / 11
કૃષ્ણા અભિષેકે એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા, ઓએમજી હોસ્ટ કર્યું છે! યે મેરા ઈન્ડિયા, કોમેડી નાઈટ્સ બચાવો, સોની ટીવી, હિસ્ટ્રી ટીવી 18, કલર્સ ટીવી પર કોમેડી નાઈટ્સ લાઈવ શો.તેમજ લાઈવ સ્ટેજ શો પણ કર્યા છે.
7 / 11
તેણે યે કૈસી મોહબ્બત હૈ (2002) થી તેની હિન્દી ફિલ્મની શરૂઆત કરી વર્ષે 2005 માં હમ તુમ ઔર મધર, જહાં જાયેગા હમેં પાયેગા (2007), અને ઔર પપ્પુ પાસ હો ગયા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. બાદમાં તે ભોજપુરી ફિલ્મો તરફ વળ્યો. તેણે 2007માં ટીવી સીરિયલ સૌતેલા (દૂરદર્શન)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
8 / 11
ગોવિંદાની બહેન પદ્મા શર્મા હવે આ દુનિયામાં નથી. પદ્મા શર્મા ગાયિકા હતી, તે કેન્સરથી પીડિત હતી જેના કારણે તેનું મૃત્યુ થયું. પદ્માને બે બાળકો છે, અભિનેતા કૃષ્ણા અભિષેક અને અભિનેત્રી આરતી સિંહ. આરતી માત્ર ચાર મહિનાની હતી ત્યારે તેની માતા પદ્માનું અવસાન થયું હતું.
9 / 11
કૃષ્ણા અભિષેકે તેની ગર્લફ્રેન્ડ કાશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા છે અને તેઓ મુંબઈમાં રહે છે. આ દંપતિને 2 બાળકો છે. જેનું નામ ક્રિશાંગ અને રાયન છે. તેમની પત્ની કાશ્મીરા શાહ પણ ખુબ ચર્ચામાં રહે છે.
10 / 11
કાશ્મીરા શાહ અભિનેત્રી છે. તે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં જોવા મળી છે. તે રિયાલિટી શો બિગ બોસ 1, નચ બલિયે 3 અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 4માં પણ ભાગ લઈ ચુકી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
11 / 11
કૃષ્ણા અભિષેકની બહેન અને બોલિવુડ અભિનેતા ગોવિંદાની ભાણેજ તેમજ બિગ બોસ સીઝન 13 ની સ્પર્ધક આરતી સિંહે 25મી એપ્રિલે લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે, આરતી સિંહે દીપક ચૌહાણ સાથે રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે.