પરિવારથી ચોરીછુપી ક્રિકેટ રમવા જતો ઘરે આવતા માર પડતો, જ્યારે IPLમાં મોટી બોલી લાગી તો પિતાએ આખા ગામમાં રસગુલ્લા વહેચ્યાં
આજે આપણે એક એવા ખેલાડીની વાત કરીશું જે રાજસ્થાનના નાનકડાં ગામમાંથી આવે છે. 3 બહેનોના એક જ ભાઈ હતો. પરિવારના મોટા પુત્ર હોવાથી ઘરની જવાબદારી તેના પર હતી. આ કરાણે તેને ક્રિકેટથી દુર ડોક્ટર બનવાનું કહેવામાં આવતું હતુ. તો આજે આપણે ખલીલ અહેમદના પરિવાર વિશે જાણીશું.
1 / 12
આજે આપણે એવા ક્રિકેટરની વાત કરીશું જેમણે ક્રિકેટ માટે માર પણ સહન કર્યા છે. આજે દિકરાના આ નિર્ણયથી માતા-પિતા અને 3 બહેનો પણ ખુશ છે.
2 / 12
એક એવો ક્રિકેટર કે, તેમણે ક્રિકેટ માટે પિતાના હાથના માર ખાધા, લોકોની અનેક વાતો પણ સાંભળી પરંતુ આખરે આ ક્રિકેટરે પોતાનું સપનું પૂર્ણ કરી લીધું છે. ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડી આજે ટી20 વર્લ્ડકપમાં સ્થાન મેળવી લીધું છે.
3 / 12
ખલીલ ખુર્શીદ અહેમદનો જન્મ 5 ડિસેમ્બર 1997 રોજ રાજસ્થાનમાં થયો છે. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેણે સપ્ટેમ્બર 2018માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યુ કર્યું હતું.તે સ્થાનિક ક્રિકેટમાં રાજસ્થાન અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2018 એશિયા કપ જીત્યો હતો.
4 / 12
ખલીલના પિતાનું નામ ખુરશીદ અહેમદ છે, જે ટોંકના નાના શહેર નજીકના એક ગામમાં કમ્પાઉન્ડર હતા.તેના માતા-પિતા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને અને તેને ક્રિકેટ એકેડમીમાં જોડાવા દેવા માટે નારાજ હતા.
5 / 12
ખલીલ પરિવારથી છુપાઈને ક્રિકેટ રમવા જતો હતો. પરંતુ, જ્યારે તે મેચ રમીને પાછો આવતો ત્યારે તેના પિતા તેને ખૂબ મારતા હતા.પરંતુ આ ક્રિકેટરે પોતાની જીદ છોડી નહિ અને પિતાને આજે તેના દિકરાથી ગર્વ થાય છે.
6 / 12
ખલીલ અહેમદ જે આઈપીએલની હરાજીથી રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આઈપીએલમાં હરાજીમાં મોટી બોલી લાગતા તેના પિતાએ આખા ગામમાં રસગુલ્લા વહેચ્યાં હતા.
7 / 12
તેણે 5 ફેબ્રુઆરી 2017ના રોજ 2016-17 ઈન્ટર સ્ટેટ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટમાં રાજસ્થાન માટે ટ્વેન્ટી20માં ડેબ્યુ કર્યું હતું. તેના ટ્વેન્ટી20 ડેબ્યુ પહેલા, તે 2016 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમનો ભાગ હતો.તેણે 6 ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં રાજસ્થાન માટે પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો.
8 / 12
જાન્યુઆરી 2018માં, તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 2018ની આઈપીએલ હરાજીમાં રૂ3 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ હવે આઈપીએલ 2024માં દિલ્હીની ટીમનો ભાગ છે.
9 / 12
તેણે 5 ફેબ્રુઆરી 2018ના રોજ 2017-18 વિજય હજારે ટ્રોફીમાં રાજસ્થાન માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2022માં, તેને 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની હરાજીમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.
10 / 12
સપ્ટેમ્બર 2018માં, તેને 2018 એશિયા કપ માટે ભારતની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 18 સપ્ટેમ્બર 2018ના રોજ હોંગકોંગ સામે ભારત માટે તેની ODI ડેબ્યૂ કર્યું હતુ.
11 / 12
ઓક્ટોબર 2018માં, તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ માટે ભારતની ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 4 નવેમ્બર 2018ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે (T20I) ડેબ્યૂ કર્યું હતું.
12 / 12
તમને જણાવી દઈએ કે ખલીલ અહેમદે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 11 ODI મેચ અને 14 T20 મેચ રમી છે. જેમાં તેમના નામે અનુક્રમે 15 અને 13 વિકેટ સામેલ છે. આવી સ્થિતિમાં ખલીલ હજુ પણ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવવાના પ્રયાસમાં તેને ટી20 વર્લ્ડકપમાં સ્થાન મળી ગયું છે.