IPL 2024: ધોનીએ જે વ્યક્તિને માર મારતા બચાવ્યો હતો તેની પોલીસે કરી ધરપકડ, સામે કેસ નોંધવામાં આવ્યો
અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન જ્યારે એમએસ ધોની બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક ચાહક મેદાનમાં ઘુસી ગયો, જે પહેલા ધોનીના પગે પડ્યો અને પછી તેને ગળે લગાડ્યો. ધોનીએ પણ તેને સંભાળ્યો પરંતુ આ પછી સિક્યોરિટી તેને બહાર લઅઈ ગયા. જોકે હવે આ ફેનની હરકત તેને બહુ જ ભારે પડી છે.