IPL 2024 : પ્લેઓફમાંથી બહાર થયા પછી ગુજરાત ટાઈટન્સના ચાહકો માટે ખુશખબરી, જાણો આ Good News
ગુજરાત ટાઈટન્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. જેને લઈ હવે ગુજરાતની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તો હવે આ મેચ માટે ટિકિટ બુક કરાવનાર લોકોને શું રિફંડ મળશે. તો ચાલો જાણીએ.
1 / 5
આઈપીએલ 2024ની 63મી મેચ ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી પરંતુ આ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. જેની સીધી અસર શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સ પર પડી છે. મેચ રદ્દ થવાથી બંન્ને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો છે. જે ગુજરાત માટે ઓછો હતો.
2 / 5
મેચ રદ્દ થવાથી ગુજરાત ટાઈટન્સ પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મેચ જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવ્યા હતા પરંતુ વરસાદના કારણે મેચ રદ્દ થતા ચાહકો પણ નિરાશ થયા હતા.
3 / 5
હવે ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા માટે આ મેચની ટિકિટના પૈસા પરત આપવાનો નિર્ણય કર્યો છે.ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ અમદાવાદમાં રમાવાની હતી પરંતુ સતત વરસાદના કારણે મેચ ટોસ વગર જ રદ્દ કરવામાં આવી હતી.
4 / 5
હવે ચાહકો માટે સારા સમાચાર છે કે, તેમને મેચની ટિકિટના પૈસા પરત આપવામાં આવશે. એટલે કે, હવે જો ચાહકો ટિકિટ લઈને મેચ જોવા આવ્યા હતા તેને રિફંડ આપવામાં આવશે.
5 / 5
હવે ચાહકો માટે સારા સમાચાર છે કે, તેમને મેચની ટિકિટના પૈસા પરત આપવામાં આવશે. એટલે કે, હવે જો ચાહકો ટિકિટ લઈને મેચ જોવા આવ્યા હતા તેને રિફંડ આપવામાં આવશે.