Nirupa Duva |
May 09, 2024 | 12:46 PM
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું આઈપીએલ 2024ની 58મી મેચ ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ મેચ નોકઆઉટ છે. જે ટીમ જીત મેળવશે તે પ્લેઓફની રેસમાં યથાવત રહેશે. જો કોઈ ટીમ હારી તો પછી તેમણે પોતાનો સામના આજે જ પેક કરી લેવો પડશે.
આઈપીએલમાં પંજાબ અને બેગ્લુરુંની આજે બીજી ટકકર છે, ત્યારે ફરી એક વખત સૌની નજર વિરાટ કોહલી પર પણ રહેશે કે, ટીમને જીત અપાવે છે કે, કેમ.
તમને જણાવી દઈએ કે, હૈદરાબાદ સામે લખનૌની હાર થી મુંબઈ ઈન્ડિયન્સ બહાર થનારી પહેલી ટીમ બની છે. મુંબઈ બહાર થતાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે, ઓછામાં ઓછા 12 અંક સુધી ટીમ પહોંચી જાય તો પ્લેઓફની ટિકીટ મળી શકશે નહિ. ત્યારે આજે તલવાર પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું બંન્ને પર લટકી છે.
આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં ફાફ ડુપ્લેસીસની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું 7માં સ્થાને તો પંજાબ કિંગ્સ 8માં સ્થાને છે. બંન્ને અત્યારસુધી આ સીઝનમાં 11-11 મેચ રમી છે બંન્નેના બરાબરીમાં 8-8 અંક છે. આરસીબી માત્ર નેટ રન રેટના કારણે પંજાબથી એક સ્થાન ઉપર છે. બંન્ને ટીમને પ્લેઓફની રેસમાં સામેલ રહવા માટે 3 મેચ જીતવાની જરુર છે. ત્યારે આજે બંન્ને ટીમ માટે મેચ નોકઆઉટ જેવી રહેશે.
પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની આઈપીએલ 2024માં બીજી ટકકર છે. આ પહેલા પણ બંન્ને વચ્ચેની મેચમાં બેગ્લુરુંની જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો. જેમણે 77 રનની શાનદાર ઈનિગ્સ રમી આ સીઝનની પહેલી જીત અપાવી હતી.