સચિન-ધોની સહિત અનેક સ્ટાર ક્રિકેટરોનો જામનગરમાં જમાવડો, અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા પહોંચ્યા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા અનેક સ્ટાર ક્રિકેટરો જામનગર પહોંચી ગયા છે. સચિન, ધોની, હાર્દિક, ઈશાન સહિત અનેક સ્ટાર ક્રિકેટરોનો જામનગરમાં જમાવડો થયો છે. આ તમામના જામનગર એરપોર્ટ પર આગમનની અનેક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
1 / 5
ગુજરાતના જામનગરમાં અનેક સ્ટાર ક્રિકેટરોનો જમાવડો જોવા મળ્યો છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા આ ક્રિકેટરો ગુજરાતના જામનગર પહોંચ્યા છે. ક્રિકેટના ભગવાન અને પૂર્વ સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે જામનગર આવી પહોંચ્યા હતા.
2 / 5
ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે જામનગર અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
3 / 5
ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કપ્તાન હાર્દિક પંડયા પણ તેના ભાઈ ક્રિકેટર કૃણાલ પંડયા સાથે જામનગર પહોંચ્યો હતો.
4 / 5
હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહેલા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન પણ જામનગર પહોંચ્યો હતો. તેની સાથે વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો અને નિકોલસ પૂરન પણ જોવા મળ્યા હતા.
5 / 5
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ તેની પત્ની સાથે જામનગર પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યો હતો.