T20 વર્લ્ડ કપ 2024 માટે શ્રીલંકાની ટીમની જાહેરાત, IPLમાં ઘાયલ ખેલાડીનો પણ ટીમમાં સમાવેશ
T20 વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે ઈજાના કારણે IPL 2024માંથી બહાર થઈ ગયેલા બે ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી ગઈ છે. શ્રીલંકાની T20 ટીમની કમાન વેનેન્દુ હસરંગા પાસે છે જ્યારે મથિશા પથિરાનાની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.