આવતીકાલથી અન્ડર 19 વર્લ્ડ કપમાં ભારતના અભિયાનની શરૂઆત, જાણો ટીમ ઈન્ડિયાનો શું છે શેડ્યૂલ

|

Jan 19, 2024 | 10:40 AM

19 જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકામાં યુવા ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ કપ ટ્રોફી માટે જંગ જામશે. અન્ડર 19 વર્લ્ડ કપમાં આ વખતે કુલ 16 ટીમો ભાગ લેશે. 16 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત ગ્રુપ Aમાં સામેલ છે અને અન્ય ત્રણ ટીમો સામે ભારતની ગ્રુપ મેચો યોજાશે. 19 થી 28 જાન્યુઆરી દરમિયાન ગ્રુપ મેચો રમાશે. ત્યારબાદ આગળના રાઉન્ડ શરૂ થશે. જાણો ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે.

1 / 5
અન્ડર 19 વર્લ્ડ કપની 15મી આવૃતિ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. જેમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. ભારત સૌથી વધુ 5 વાર અન્ડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. ભારત આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર છે.

2 / 5
ભારત અન્ડર 19 વર્લ્ડ કપમાં ગ્રુપ Aમાં સામેલ છે. ભારત સિવાય અન્ય ત્રણ ટીમો પણ આ ગ્રુપમાં છે. આ ચાર ટીમો વચ્ચે ગ્રુપ મેચો રમાશે. ભારત ગ્રુપ Aમાં સામેલ બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ સામે એક-એક મેચ રમશે. મતલબ કે ભારત કુલ ત્રણ ગ્રુપ મેચ રમશે. જો ભારત આ ગ્રૂપમાં ટોપ-2માં રહેશે, તો સુપર-8 રાઉન્ડમાં ક્વોલિફાય કરશે.

3 / 5
ટીમ ઈન્ડિયાનો અન્ડર 19 વર્લ્ડ કપમાં પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ 20 જાન્યુઆરીએ યોજાશે. આ મેચ બ્લૂમફોન્ટેનમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

4 / 5
અન્ડર 19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 25 જાન્યુઆરી ગુરુવારે બ્લૂમફોન્ટેનમાં જ યોજાશે. ટીમ ઈન્ડિયાની ટક્કર આયર્લેન્ડ સામે થશે. આ મેચ પણ ભારતીય સમય પ્રમાણે બપોરે જ 1:30 વાગ્યે શરૂ થશે.

5 / 5
ભારતીય ટીમનો અન્ડર 19 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાં અંતિમ મુકાબલો 28 જાન્યુઆરીએ યુએસએ સામે બ્લૂમફોન્ટેનમાં જ થશે અને આ મેચ પણ બપોરે 1:30 વાગ્યે જ શરુ થશે.

Published On - 2:13 pm, Thu, 18 January 24

Next Photo Gallery
સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્ન અને છૂટાછેડા વિશે પોસ્ટ કરી, જુઓ પોસ્ટ
વિનોદ કાંબલીના પિતાએ એક જ રાશી પર રાખી દીધું 5 બાળકનું નામ, તમામનું નામ ‘વ’ ઉપરથી