ધર્મશાળા ટેસ્ટમાં કુલદીપ યાદવને કેમ મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ? જાણો કારણ

|

Mar 09, 2024 | 11:14 PM

ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમની જીતમાં આખી ટીમનું યોગદાન હતું. પરંતુ પાંચ ખેલાડીઓએ ખાસ યોગદાન આપ્યું હતું. જેમાં કેપ્ટન રોહિત, યશસ્વી, શુભમન, અશ્વિનનું પ્રદર્શન વિશેષ રહ્યું હતું. છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કુલદીપને મળ્યો હતો. શા માટે આ એવોર્ડ કુલદીપને જ મળ્યો અને અન્ય કોઈ ખેલાડીને નહીં. જાણો શું છે આ પાછળનું કારણ.

1 / 5
ધર્મશાળા ટેસ્ટમાં કુલ ત્રણ ઈનિંગ રમાઈ હતી. જેમાં એક ઈનિંગમાં ભારતે બેટિંગ કરી, જ્યારે બે ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ બોલિંગ કરી હતી. હવે આ ત્રણેય દિવસે કુલદીપે અન્ય કોઈ પણ ખેલાડી કરતાં વધુ મહત્વનું યોગદાન આપ્યું હતું.

2 / 5
પહેલા દિવસે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં કુલદીપે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. કુલદીપે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેટ્સમેનોની અતિ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. કુલદીપે ક્રોલી, ડકેટ, પોપ, સ્ટોક્સ અને જોની બેરસ્ટોને આઉટ કર્યા હતા, જેના કારણે ઈંગ્લેન્ડ મોટો સ્કોર ન કરી શક્યું અને પહેલી ઈનિંગમાં માત્ર 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

3 / 5
ટીમ ઈન્ડિયાની ઈનિંગમાં જ્યારે ભારતના લોવર ઓર્ડરમાં મક્કમ બેટિંગની જરૂર હતી ત્યારે કુલદીપે બુમરાહ સાથે મળી નવમી વિકેટ માટે 49 રનની પાર્ટનરશિપ કરી. કુલદીપે 69 બોલનો સામનો કરી 30 રન બનાવ્યા હતા.

4 / 5
ભારતે આપેલી લીડ સાથે બીજી ઈનિંગમાં રમવા ઊતરેલ ઈંગ્લેન્ડની ટીમને ભારતીય બોલરોએ લીડ પૂર્ણ પણ ન કરવા દીધી અને 195 રનમાં જ ઓલઆઉટ કરીને ઈનિંગ અને 64 રનથી મેચ જીતી હતી. આ ઈનિંગમાં પણ કુલદીપે અત્યંત મહત્વપૂર્ણ બે ખેલાડીઓ જોની બેરસ્ટો અને જો રુટને આઉટ કર્યા હતા. રુટને આઉટ કરતા જ ભારતે આ મેચ જીતી લીધી હતી.

5 / 5
બેટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલે સદી, જ્યારે યશસ્વી, સરફરાઝ અને દેવદત્તે ફિફ્ટી ફટકારી હતી. આ પાંચ બેટ્સમેનોના કારણે જ ભારતે 477 રન બનાવ્યા હતા. આ સિવાય બોલિંગમાં 100મી ટેસ્ટ રમી રહેલ અશ્વિને પહેલી ઈનિંગમાં 4 અને બીજી ઈનિંગમાં 5 એમ કુલ 9 વિકેટ લીધી હતી, જે કુલદીપની મેચમાં કુલ 7 વિકેટ કરતા વધુ હતી. તેમ છતાં કુલદીપને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો કારણકે તેને બેટિંગ અને બોલિંગ બંનેમાં વિશેષ યોગદાન આપ્યું હતું.

Next Photo Gallery
WPL 2024: રોમાંચક મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને એક રને હરાવ્યું
હરમનપ્રીત કૌરની શાનદાર ઈનિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે રોમાંચક જીત અપાવી