ટ્રેનમાં પણ કાર કે બાઇક જેવી ચાવી હોય છે ? જાણો કેવી રીતે સ્ટાર્ટ થાય છે ટ્રેનનું એન્જિન
દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તમે પણ કોઈ ને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી હશે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો છે કે ટ્રેન કેવી રીતે સ્ટાર્ટ થાય છે ? કાર અને બાઈકની જેમ ટ્રેનને ઓન-ઓફ કરવા માટે કોઈ ચાવીની જરૂર પડે છે ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
1 / 5
દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તમે પણ કોઈ ને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી હશે. ત્યારે શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ આવ્યો છે કે ટ્રેન કેવી રીતે સ્ટાર્ટ થાય છે ? કાર અને બાઈકની જેમ ટ્રેનને ઓન-ઓફ કરવા માટે કોઈ ચાવીની જરૂર પડે છે ?
2 / 5
ભારતીય રેલવે બે પ્રકારના એન્જિનનો ઉપયોગ કરે છે. એક છે ડીઝલ અને બીજું ઇલેક્ટ્રિક એન્જિન. ડીઝલ એન્જિનમાં એક ખાસ પ્રકારનું હેન્ડલ ફીટ કરવામાં આવે છે, જેને રિવર્સ હેન્ડલ પણ કહેવાય છે. આ હેન્ડલનો ઉપયોગ ટ્રેનને ચાલુ અને બંધ કરવા માટે થાય છે. તે કાર કે બાઈકની ચાવી જેવું દેખાતું નથી, પરંતુ તેને ટ્રેનની ચાવી કહી શકાય.
3 / 5
રિવર્સર હેન્ડલનો ઉપયોગ ટ્રેનની ગતિને નિયંત્રિત કરવા અને તેને રિવર્સ કરવા માટે પણ થાય છે. જો આપણે ઇલેક્ટ્રિક એન્જિન વિશે વાત કરીએ, તો પહેલા પેન્ટોગ્રાફને હવાના દબાણથી ભરાય છે. ત્યાર બાદ કોન્ટેક વાયરને ઉપર કરીને સર્કિટ બ્રેકર શરૂ કરવામાં આવે છે.
4 / 5
આ સમગ્ર પ્રક્રિયા ચાવી અથવા લીવર દ્વારા કરવામાં આવે છે, જેને રેલવેની ભાષામાં ઝેડ પીટી અથવા પેન્ટો કી કહેવામાં આવે છે. ભારતીય રેલવેના કેટલાક WDM 2 શ્રેણીના એન્જિનમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જો કે, તાજેતરના વર્ષોમાં આવેલા નવા ઇલેક્ટ્રિક એન્જિનને ચાલુ અને બંધ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
5 / 5
નવું ઇલેક્ટ્રિક એન્જિન શરૂ કરવા માટે કોઈ ચાવી, લીવર અથવા પેન્ટો કીની જરૂર પડતી નથી. તેના બદલે એક સ્વીચ દ્વારા ઓન-ઓફ થાય છે. જે રીતે ઘણી ઈલેક્ટ્રિક કાર સ્ટાર્ટ થાય છે.