IRCTC Tour Package : બાળકોને લઈ જાવ ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા જોવા, આ સ્થળેથી ઉપડશે ટ્રેન
પ્રવાસીઓ માટે એવી કોઈ સિઝન બાકી રહી નથી. જેમાં પ્રવાસીઓ ફરવા ન જાય ઉનાળો હોય કે શિયાળી કે પછી વરસાદ કેમ ન હોય, લોકો બેગ પેક કરી પરિવાર સાથે ફરવા નીકળી જાય છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છીએ આઈઆરસીટીસીનું સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું ટુર પેકેજ.
1 / 5
IRCTCનું આ ટુર પેકેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેનું છે. જે 3 રાત અને 4 દિવસનું છે. આ પેકેજમાં પ્રવાસી ટ્રેનમાં બોરીવલી, દાદર,મુંબઈ, સુરત અને વલસાડથી ટ્રેનમાં બેસી અને ઉતરી પણ શકે છે, એટલે કે, પ્રવાસી આ સ્ટેશન પરથી આ પેકેજનો લાભ લઈ શકે છે.
2 / 5
આઈઆરસીટીસીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ ટુર પેકેજમાં પહેલા દિવસે પ્રવાસીઓ ટ્રેનમાં બેસી આખી રાત ટ્રેનની મુસાફરી કરશે. એકતાનગર એક્સપ્રેસમાં મુસાફરી કરવાની રહેશે. બીજા દિવસે હોટલમાં બ્રેકફાસ્ટ કરી, જંગલ સફારી,કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડન, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ. કેવડિયા ખાતે હોટેલમાં રાત્રિ રોકાણ કરવાનું રહેશે.
3 / 5
ત્રીજા દિવસે બ્રેકફાસ્ટ કરી સરદાર સરોવર ડેમ, વિશ્વ વન, એકતા નર્સરી અને મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લેવાની રહેશે.ત્યારબાદ ટ્રેન માટે નીકળવાની રહેશે. ચોથા દિવસે તમે મુંબઈ પહોંચી જશો. આ ટુર પેકેજ વિશે વધુ માહિતી માટે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ મેળવી શકો છો.
4 / 5
જો તમે તમારા બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટને મુલાકાતે લઈ જવા માંગો છો તો તમારે 3ACનું સિંગલ ભાડુ 19200 રુપિયા ચુકવવાનું રહેશે. જો 3 લોકો માટે બુક કરવું છે તો 11400 રુપિયા અલગ અલગ ચાર્જ રહેશે. તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ દર શુક્રવારના દિવસે મુંબઈથી શરુ થાય છે.
5 / 5
તમને જણાવી દઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઉંચાઈ 182 મીટર (597 ફીટ) છે, જે ભારતના ગુજરાત રાજ્યમાં કેવડિયા નજીક આવેલી છે. આ પ્રતિમા ગુજરાતમાં કેવડિયામાં નર્મદા નદી પાસે આવેલી છે, જે વડોદરા શહેરથી 100 કિલોમીટર દુર છે.