સુરતના આ કૂવાનું પાણી છે મીઠું અને ગુણકારી, ટુ વ્હીલર-ફોર વ્હીલર પર પાણી ભરવા આવે છે લોકો

|

Dec 13, 2023 | 10:56 PM

ભારત ગામડાઓનો બનેલો દેશ છે. વર્ષો પહેલા ગામડામાં કૂવામાંથી પાણી લાવીને જીવન જરુરી કામો પૂરા કરતા હતા. શહેરોના વિકાસ સાથે ગામડા પણ નળથી ઘરે ઘરે પાણી પહોંચવાની શરુઆત થઈ. પણ સ્માર્ટ સિટી સુરતના ડુમ્મસમાં આજે પણ લોકો કૂવાના પાણીનો ઉપયોગ કરે છે.

1 / 5
 સ્માર્ટ સીટી સુરત શહેરમાં ડુમ્મસ દરિયા કિનારે આવેલો ગામ છે. ત્યાં ત્રણથી ચાર જેટલા કુવા છે. ડુમ્મસના લોકોને જેમને મહાનગરપાલિકાના નળના પાણી કરતા કુવાના પાણી પર વધુ વિશ્વાસ છે અને પાણી પીવા માટે તેઓ કોર્પોરેશનનું પાણી પર નહીં કૂવાના મીઠું પાણી પર જ નિર્ભર છે.

2 / 5
ડુમ્મસ વિસ્તારમાં જ્યાં અંદાજે 20 હજાર કરતા પણ વધુ વસ્તી રહે છે.  ડુમ્મસનો સમાવેશ સુરત મહાનગરપાલિકામાં વર્ષો પહેલા થઈ ગયો છે અને દરેક ઘરોમાં મહાનગરપાલિકાએ નળ કનેક્શન પણ આપી દીધું છે. તેમ છતાં ગામના લોકો પીવાના પાણી ભરવા માટે ડુમ્મસના લંગર પાસે આવેલા કૂવાનું મીઠું પાણી પસંદ કરે છે.

3 / 5
 ડુમ્મસ સુલતાનાબાદ અને ભીમપોર ગામના રહીશો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર વાસણો કેરબા લઈને પાણી ભરવા આવે છે. કૂવામાંથી પાણી ભરતા પહેલા તેઓ કૂવાના ઓટલાની બહાર ચંપલ ઉતારે છે, કારણ કે આ કૂવાની પૂજા કરે છે.  કૂવામાં સ્ટીલના માટલા પર દોરી બાંધીને મહિલાઓ યુવતીઓ પાણી ખેંચે છે. ગ્રામવાસીઓના મતે દરિયાથી ફક્ત 1 કિમીના અંતરે આવેલ હોવા છતાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી આ કૂવો તેમને સ્વચ્છ અને મીઠું પાણી આપે છે

4 / 5
 ગ્રામજનો કહેવા પ્રમાણે ગામમાં સુરત મનપા પાણી પહોંચાડે છે, પણ તે નિયમિત અને ચોખ્ખું હોતું નથી. પરંતુ ગામમાં આવેલા આ કૂવામાં ચોમાસામાં 12 ફૂટ 15 ફૂટ અને બાકીની બીજી ઋતુમાં 7 ફૂટ 9 ફૂટ જેટલું પાણી રહે છે. ગ્રામજનોની માન્યતા છે કે બીમારીમાં પણ આ કૂવાનું પાણી પીને વ્યક્તિ સાજા થઈ જાય છે.

5 / 5
ગામના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ કૂવાના તળિયે 5 આયુર્વેદિક ઝાડ આવેલા છે. લીમડો વડ નાળિયેરી અને આમલીના મૂળિયા આ કૂવાના પાણીને ફિલ્ટર જેવું રાખે છે. ત્યારે ગ્રામવાસીઓ આ પાણીને ઉકાળ્યા વગર ફિલ્ટર વગર જ પીએ છે અને તેમના માટે આ કુવાનું પાણી અમૃત સમાન છે.

Next Photo Gallery