વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટના ગુરુદ્વારામાં શિશ નમાવ્યું, લોકોને પોતાના હાથે લંગર પીરસ્યું, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.
1 / 5
સૌથી પહેલા રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે બિહારની રાજધાની પટનમાં એક શાનદાર ભવ્ય રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફુલથી સજેલા રથમાં લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.
2 / 5
બિહાર પ્રવાસના બીજા દિવસે સોમવારે પીએમ મોદી પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેનદ્ર મોદીએ સવારે પટનાના ગુરુદ્રાર તખ્ત હરિમંદિર સાહિબમાં પોતાના હાથે લંગર પીરસતા જોવા મળ્યા હતા.
3 / 5
અહિ પ્રસાદી લીધા બાદ પીએમ મોદીએ જમાવાનું પણ બનાવ્યું હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિ રોટલી વણતા પણ જોવા મળ્યા હતા. તેમના હાથે લંગરમાં લોકોને જમવાનું પણ પીરસ્યું હતુ. તેમજ ખુબ ખુશ પણ જોવા મળ્યા હતા.
4 / 5
PM મોદી પટના સાહિબ ગુરુદ્વારામાં પાઘડી પહેરતા પણ જોવા મળ્યા હતા.આજે પીએમ મોદી હાજીપુરમાં જનસભાને સંબોધશે.પીએમ શીખ પાઘડી પહેરીને પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા હતા.
5 / 5
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને મતદાન કરવાની અપીલ કરી છે.