Gujarati News Photo gallery Spectacular scene created in Gujarat's hill stations, golden dawn in Saputara with sunrise, view image
ગુજરાતના હિલ સ્ટેશનમાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયું, સૂર્યોદય સાથે સાપુતારામાં સોનેરી સવાર આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ તસવીર
સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વેકેશન નજીક આવતા હવે આ પ્રવાસન સ્થળે બુકીંગ માટે ધસારો જોવા મળી રહ્યો છે. શિયાળાના વિદાય તરફ પ્રયાણ સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાપુતારામાં સૂર્યોદયના સમયે સોનેરી સવારે નયનરમ્ય દ્રશ્ય સર્જ્યું હતું
1 / 5
સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. વેકેશન નજીક આવતા હવે આ પ્રવાસન સ્થળે બુકીંગ માટે ધસારો જોવા મળી રહ્યો છે. શિયાળાના વિદાય તરફ પ્રયાણ સાથે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાપુતારામાં સૂર્યોદયના સમયે સોનેરી સવારે નયનરમ્ય દ્રશ્ય સર્જ્યું હતું.
2 / 5
સાપુતારા પશ્ચિમ ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક ખૂબ જ આકર્ષક પ્રવાસન સ્થળ અને હિલ સ્ટેશન છે. સાપુતારાની વાત થાય ત્યારે તેના લીલાછમ જંગલો, પહાડો અને ધોધ નજર સામે આવે છે.
3 / 5
સાપુતારા ગુજરાતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. સાપુતારા તળાવ સાપુતારા હિલ સ્ટેશનથી લગભગ 1.5 કિમી દૂર આવેલું છે અને તે આકર્ષક પિકનિક સ્પોટ માનવામાં આવે છે. હરિયાળીથી છવાયેલું આ માનવસર્જિત તળાવ તેની નૌકાવિહાર પ્રવૃત્તિઓ માટે પણ લોકપ્રિય છે.
4 / 5
ગરમીની સીઝનમાં ઠંડા પવનના સ્પર્શ સાથે પેરા ગ્લાઈડિંગની મજા અનેરી બને છે. આ એડવેન્ચર હવામાં ઉડવાના આનંદનો અનુભવ કરાવે છે.
5 / 5
સાપુતારા દેશના મોટા શહેરો અને અન્ય ઘણા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે. વ્યક્તિ પોતાના બજેટ મુજબ ખાનગી અથવા જાહેર બસ સેવા પસંદ કરી શકે છે. તમે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાંથી બસ લઈ શકો છો.ખાનગી વાહન દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે. અહીંના રસ્તા નયનરમ્ય નજરના દર્શન કરાવે છે