કોણ છે આભા ખટુઆ? ખેડૂત પુત્રીએ શોટ પુટમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો, જુઓ ફોટો

|

May 14, 2024 | 2:08 PM

આભા ખટુઆએ શાનદાર પ્રદર્શન કરતા નેશનલ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તેમણે 18.41 મીટરના થ્રો સાથે આ રેકોર્ડ બનાવ્યો છે. તો ચાલો આ ખેડૂત પુત્રી આભા ખટુઆ વિશે જાણીએ,

1 / 5
આભા ખટુઆએ ફેડરેશન કેપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આભાએ ચેન્નાઈમાં આયોજિત નેશનલ ઈન્ટરસ્ટેટ સીનિયર એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2024માં મનપ્રીત કૌરના રેકોર્ડને તોડી નાંખ્યો છે. મનપ્રીત 18.06 મીટરનો રેકોર્ડ બનાવ્યો હતો. ખટુઆએ પોતાના પાંચમા પ્રયાસમાં 18.41 મીટરનો થ્રો કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આ પ્રદર્શનની સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

2 / 5
આભા ખટુઆનો પરિવાર પશ્ચિમી મિદનાપુરનું ગામ ખુર્શીમાં રહે છે. તેના પિતા કિશાન છે. તે ગામમાં ખેતીનું કામ કરે છે. તેની પાસે પોતાની કોઈ જમીન નથી. ખટુઆ હંમેશા પોતાના પિતાની મદદ કરતી હતી.

3 / 5
ત્યારબાદ તેમણે 100 મીટર , શોર્ટ પુટ, ભાલા ફેંક, હેપ્ટાથલોન, 200 મીટર અને 400 મીટર સહિત અનેક ટ્રૈક અને ઈવેન્ટમાં ભાગ લીધો હતો. 2019માં તેમણે શોર્ટ પુટમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. 2022માં પટિયાલામાં આયોજિત ભારતીય ઓપન થ્રો મહિલા શૉર્ટ પુટમાં 17.09 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

4 / 5
દિવસે દિવસે આગળ વધતી રહી વર્ષ 2023માં એશિયાઈ એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં તે 18.06 મીટરનો થ્રો કરી બીજા સ્થાને રહી હતી. આ દરમિયાન મનપ્રીતત કૌરના રેકોર્ડની બરાબરી કરી હતી.

5 / 5
અનેક રેકોર્ડ તોડ્યા તેમ છતાં આભા પેરિસ ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં માર્કથી 0.39થી ચૂકી ગઈ હતી.આભા ખટુઆનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

Next Photo Gallery