ગરમીમાં તમારા રુમને AC જેવા ઠંડા કરી દેશે આ પ્લાન્ટ,આજે જ વાવો
ઉનાળાની ઋતુમાં ઘરમાં એસી અને કુલર વગર રહેવું મુશ્કેલ બની જાય છે. જો કે તેના વગર પણ તમારુ ઘર ઠંડુ રહી શકે છે. શું તમે જાણો છો કે કેટલાક એવા છોડ છે જેને જો ઘરમાં લગાવવામાં આવે તો ઘરને ઠંડુ રાખે છે.
1 / 7
ઉનાળાની ઋતુમાં ઘરમાં એસી અને કુલર વગર રહેવું મુશ્કેલ બની જાય છે. જો કે તેના વગર પણ તમારુ ઘર ઠંડુ રહી શકે છે. શું તમે જાણો છો કે કેટલાક એવા છોડ છે જેને જો ઘરમાં લગાવવામાં આવે તો ઘરને ઠંડુ રાખે છે.
2 / 7
આજે અમે તમને એવા જ કેટલાક છોડ વિશે જણાવીશું, જેને ઘરમાં લગાવવામાં આવે તો તમને ઠંડકનો અનુભવ થશે.
3 / 7
એલોવેરાનો છોડ ખૂબ જ સરળતાથી ઉગાડી શકાય છે. તેને લગાવવાથી રૂમનું તાપમાન પણ ઘટશે અને હવા પણ શુદ્ધ થશે.
4 / 7
રબર પ્લાન્ટ જોવામાં ખૂબ જ સુંદર હોય છે. ઘરનું તાપમાન ઘટાડવાની સાથે તે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે.
5 / 7
અરેકા પામ ટ્રી હવામાં ભેજ જાળવી રાખે છે અને આ ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે છે.
6 / 7
હવામાં ભેજ જાળવવાની સાથે, ફર્ન પ્લાન્ટ રૂમનું તાપમાન પણ ઘટાડે છે. તમે તેને વાસણમાં પણ વાવી શકો છો.
7 / 7
સ્નેક પ્લાન્ટ જો તમે તમારા ઘરને ઠંડુ રાખવા માંગતા હોવ તો તમે તમારા રૂમમાં સ્નેક પ્લાન્ટ પણ લગાવી શકો છો. આ છોડ હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે.