Valentine’s Day : પર રાજકોટની સંઘર્ષ ભરેલી અનોખી પ્રેમ કહાની,મૃત્યુ પણ ઓછો ન કરી શકી પ્રેમ

|

Feb 14, 2024 | 11:33 AM

રાજકોટમાં રહેતા એક એવું દંપતી જેના જીવનમાં એક એવી આફત અચાનક આવી પડી કે જેનાથી બચવાનો કોઈ ઉપાય મળતો ન હતો,પણ આ આફતમાં પણ આદંપતી એકબીજાની પડખે ઉભુ રહ્યું. ખભે ખભો મિલાવી કેન્સર જેવી આફત પણ આ દંપતીના પ્રેમને એક બીજાથી અલગ ન પાડી શકી.

1 / 10

2 / 10
1989માં કેતન અને સોનલને પ્રેમ થયો હતો. બંને અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા હોવાથી બંનેને પરિવાર દ્વારા અલગ કરી દેવામાં આવ્યા હતા. વર્ષો બાદ બંનેના અલગ અલગ જગ્યાએ પરિવાર દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ સોનલને તેના પતિનો ત્રાસ હતો અને મારપીટ કરતો હતો. જેથી તેમને 2 વખત મિસકેરેજ પણ થયું હતું, તો બીજી તરફ કેતનને પણ તેમના પત્ની સાથે ભળતું ન હતું. જેથી સોનલ અને કેતન બંન્નેએ છુટ્ટાછેડા લીધા હતા. ત્યારબાદ ફરી કેતન અને સોનલ સંપર્કમાં આવ્યા અને આખરે બન્નેએ 2007માં લગ્ન કર્યા હતા.

3 / 10
સોનલના જૂના પતિ ફરી એક વાર સોનલને લલચાવી ફોસલાવીને ફરી એક વાર પોતાની સાથે રહેવા લઈ ગયો હતો. ત્યારબાદ કેતન ભાઈએ અઢી વર્ષ સુધી અનાજનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ સોનલ તેના પહેલા પતિ પાસેથી ફરી એક વાર કેતન પાસે આવ્યા અને ત્યારબાદ તેઓ પોતાનું જીવન જીવતા હતા.

4 / 10
આજથી દોઢ વર્ષ પહેલા સોનલબેનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.જેથી સોનલબેન અને તેમના પતિ કેતનભાઈ ડોક્ટરને બતાવવા માટે ગયા હતા.જ્યાં સોનલબેનને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું.કેન્સર નામ સાંભળતા જ કેતનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી,પણ કેતનભાઈએ હિંમત રાખીને પત્નીને સાથ આપવાનું નક્કી કર્યું.

5 / 10
કેતનભાઈ વ્યવસાયે ફુડ ડિલિવરીનું કામ કરે છે.જેથી તેમને બહાર રહેવાનું થતું હતુ. જેથી કેતનભાઈએ પત્નીનો સાથ આપવા નિર્ણય કર્યો કે આજથી કંઈ પણ થાય, હું મારી પત્નીને એકલી નહીં છોડું.જેથી તેઓ જ્યાં પણ ડિલિવરી આપવા જાય ત્યાં તેમના પત્નીને સાથે લઈ જતા હતા.આ સાથે જ તેમની પત્નીની સારવાર પણ ચાલુ હતી.

6 / 10
કેન્સરગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન આવે તે માટે પતિ દરરોજ કામ પર પત્નીને તેની સાથે લઈ જાય છે. પત્ની ઘરે રહે અને તેને કોઈ વસ્તુની જરૂર પડે તો તેઓ તેમને આપી ન શકે, તેથી પત્નીને સાથે રાખીને તેઓ કામ કરતા હતા.

7 / 10
કેન્સર સામે સોનલબેન છેલ્લા શ્વાસ સુધી હિંમતભેર લડતા રહ્યાં પણ કેન્સરને મ્હાત આપી શક્યા નહીં. સોનલબેનનું 3 મહિના પહેલા કેન્સરના કારણે મૃત્યુ થયુ છે, ત્યારે પત્નીને જે સ્થિતિમાં જોઈ હતી તે જોઈને આજે કેતનભાઈ બધી મહિલાઓને અપિલ કરે છે કે 38થી 40 વર્ષની ઉંમર થાય ત્યારે દરેક મહિલાઓએ પોતાના બોડીનું ચેકઅપ કરાવવું જ જોઈએ.

8 / 10
કેતનભાઈ પત્નીના મૃત્યુ પછી રોજ સવારે જાગીને પૂજા અર્ચના કરે છે. બહારથી જમવાનું લાવી અને પહેલા સોનલબેનને જમાડે છે, ત્યારબાદ કેતનભાઈ જમે છે.

9 / 10
કેતનભાઇએ તેમના રૂમમાં આજે પણ પત્નીની યાદો સાચવી રાખી છે. અલગ અલગ યાદોના ફોટોગ્રાફ કલેકશન પણ રાખ્યું છે. સોનલબેન જે મોબાઇલ વાપરતા એ મોબાઇલ આજે પણ એમના ફોટોગ્રાફ પાસે રાખ્યો છે. સોનલબેનનો બેડ પણ રોઝ સાફ કરવામાં આવે છે.

10 / 10
કેતનભાઈએ કહ્યું કે, મારા પત્નીએ મને તેની છેલ્લી ઘડી સુધી જે પ્રેમ આપ્યો છે તેને હું ક્યારેય નહીં ભુલી શકુ. તેમને કહ્યું કે અમે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.અમને ઘણાએ સ્વીકાર્યા ઘણાએ ન સ્વીકાર્યા ઘણુ બધુ થયું પણ અમે એકબીજાનો સાથ ક્યારેય છોડ્યો નથી.આજે હું એકલો પડી ગયો છે.તમારે પણ ક્યારેય આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે તમે સમયાંતરે બોડીનું ચેકઅપ કરાવતા રહેજો.

Next Photo Gallery
Valentine’s Day Wishes: અપના હાથ મેરે દિલ પર રખ દો, ઔર અપના દિલ મેરે નામ કર દો, વાંચો આજની સ્પેશિયલ વેલેન્ટાઈન શાયરી
ચોમાસામાં પ્રેક્ટિસ માટે મુશ્કેલી પડતા પિતાએ ઘરે જ પીચ બનાવી, ક્રિકેટર સચિન તેડુલકરનો તોડી ચૂક્યો છે રેકોર્ડ