અંગદાન જાગૃતિ કરવાનો અનોખો નુસ્ખો, બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે વરરાજાએ મારી એન્ટ્રી, જુઓ તસ્વીર

|

Dec 01, 2023 | 7:31 PM

હાલમાં લગ્નની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો વરરાજા અને કન્યાની એન્ટ્રી માટે નવા નવા આઈડીયાથી એન્ટ્રી કરાવતા હોય છે અને તેના માટે અલગ બજેટ પણ બનાવતા હોય છે. ત્યારે આવી જ અલગ પ્રકારની વરરાજાની એન્ટ્રી વાડદોરિયા પરિવારે કરી છે.

1 / 5
આજે એટલે કે 1 ડિસેમ્બરે ભરૂચના પાર્થ વાડદોરિયાની જાન મોટા મુંજીયાસર પહોંચી હતી. જેમાં જાનૈયાઓએ અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ પોતાની સાથે રાખ્યા હતા. જેના કારણે જાન ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

2 / 5
હા હુ ઓર્ગન ડોનર છું, લખેલા પોસ્ટર સાથે વરરાજા બે ઘોડા પર ઉભા રહેલા જોવા મળ્યા હતા. વરરાજાના હાથમાં હાર્ટ શેપમાં એક પોસ્ટર હતું, જેમાં લખ્યું હતું કે સાત ફેરાના સાત સંકલ્પ પહેલા એક સંકલ્પ લીધો હતો.

3 / 5
ત્યારે જાનૈયાઓનું સ્વાગત કરવા માટે કન્યા સાથે આખો પરિવાર પણ ઓર્ગન ડોનેશનની જાગૃતિ માટે પોસ્ટર લઈને ઉભો હતો અને લગ્નમાં જે લોકો હાજર હતા તેમને પણ અંગદાનનો સંકલ્પ લીધો.

4 / 5
ત્યારે આ પ્રસંગે જીવનદીપ ઓગર્ન ડોનેશન ફાઉન્ડેશનના સંચાલકે જણાવ્યું કે આ વર-કન્યાએ આ પહેલા કંકોત્રીમાં પણ અંગદાન માટેનો મેસેજ લખાવ્યો હતો.

5 / 5
ઉલ્લેખનીય છે કે ઓર્ગન ડોનેશન કરવાથી જરૂરિયાતમંદને આખુ નવુ જીવન ફરી મળે છે. ત્યારે બંને પરિવારના આ ઉમદા વિચારે સમાજમાં એક નવુ ઉદાહરણ બેસાડ્યુ છે.

Next Photo Gallery