બોલિવુડ અને ક્રિકેટની હિટ જોડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક લવલી કપલ છે. બંન્ને હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો પણ વાયરલ થતાં હોય છે. હાલમાં કપલના રેસ્ટોરન્ટના ફોટો ચર્ચામાં છે. આ ફોટોમાં કપલ પોતાના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અનુષ્કા શર્મા પોતાના એક્સપ્રેશનથી લોકોના દિલ જીતતી જોવા મળી રહી છે.
હાલમાં ફેન પેજ પર વિરાટ કોહલી અને અનુષ્કા સર્માના કેટલાક ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં વિરાટ-અનુષ્કા શર્મા સિવાય અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે. બંન્ને બ્લેકઆઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા છે. આ ફોટો જોઈ લોકો બંન્નેના વખાણ પણ કરી રહ્યા છે અને આ ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા પોતાના ક્યુટ એક્સપ્રેશન લોકનું દિલ જીતી લીધું છે.
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2023માં એક શેમ્પુની જાહેરાત દરમિયાન થઈ હતી, ત્યારબાદ બંન્ને વચ્ચે મિત્રતા વધી અને આ મિત્રતા પ્રેમમાં પર્રિવર્તિત થઈ હતી. તમને જણાવી દઈએ કે, 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્ષ 2017માં 11 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંઘાયા છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્મા સતત ફિલ્મો સાથે જોડાયેલી રહી છે.ત્યારબાદ તેના પ્રથમ બાળક તરીકે વામિકાનો જન્મ થયો હતો.
અભિનેત્રી બોલિવુડમાં પરત ફરી, આ વર્ષે દંપતિના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. જેનું નામ અકાય રાખવામાં આવ્યું છે. હવે ચાહકો અકાયની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : IPL 2024 KKR vs MI: મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની