IPL 2024 : KKR ડ્રેસિંગ રૂમમાં શું કરી રહ્યો હતો રોહિત શર્મા? IPL પછી થશે ‘હંગામો’

|

May 13, 2024 | 9:15 AM

હવે નક્કી થઈ ચુક્યું છે કે, રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી વચ્ચે પહેલા જેવા સબંધો રહ્યા નથી. બંન્ને વચ્ચે હાર્દિક પંડ્યા નામની દિવાલ આવી ચુકી છે. હવે એવી અફવાઓ છે કે, આઈપીએલની આવતી સીઝનમાં રોહિત અન્ય ટીમમાં ચાલ્યો જશે.

IPL 2024 : KKR ડ્રેસિંગ રૂમમાં શું કરી રહ્યો હતો રોહિત શર્મા? IPL પછી થશે હંગામો

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે આઈપીએલ 2024 શરુ થઈ ત્યારથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે, હિટમેન આઈપીએલની આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડી કોલકત્તા નાઈટ રાઈડર્સનો હાથ પકડી શકે છે.

એવા સંકેતો પણ જોવા મળી રહ્યા છે. જેમાં રોહિત શર્મા અને કેકેઆર ફ્રેન્ચાઈઝી વચ્ચે કાંઈ ચાલી રહ્યું છે. શનિવારના રાત્રે કેકેઆરના સોશિયલ મીડિયા હેંડલથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખુબ વાયરલ થતા ડિલીટ થઈ ગયો છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

 

આ નાનકડી ક્લિપમાં રોહિત શર્મા અને કેકેઆરના કોચિંગ સ્ટાફના સીનિયર મેમ્બર અભિષેક નાયર વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પને લઈ વાતચીત થઈ રહી છે. થોડી કલાકોમાં રોહિત ઈર્ડન ગાર્ડન્સમાં વરસાદ વચ્ચે કેકેઆરના ડ્રેસિગ રુમમાં બેસેલો જોવા મળ્યો હતો. જેમણે વધુ એક ચર્ચા જગાવી છે.

 

 

મેચ શનિવારે રાત્રે એક કલાકથી વધુ મોડી શરૂ થઈ

કોલકાતા અને મુંબઈ વચ્ચેની IPL 2024ની મેચ શનિવારે રાત્રે એક કલાકથી વધુ મોડી શરૂ થઈ હતી. કોલકાતામાં સતત વરસાદ વચ્ચે ચાહકો મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ટીવી પર  KKR ડ્રેસિંગ રૂમમાં રોહિતની હાજરીના લાઈવ વિઝ્યુઅલ દેખાડ્યા હતા, જેમાં તેને કેટલાક ખેલાડીઓ અને સહાયક સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા અને તે પણ બોલિંગ કોચ ભરત અરુણ, કેએસ ભરત અને મનીષ પાંડે જેવા ખેલાડીઓ સાથે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2025નું મેગા ઓક્શન પહેલા યોજાય છે અને ટીમને ફરીથી બનાવવાની તક આપવામાં આવે છે. કારણ કે, જેનાથી પોતાની વધુ મજબુત થાય. પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવ્યા છતાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી દુર કર્યો હતો અને હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી દીધી હતી.

આ પણ વાંચો : IPL 2024 : આજે આઈપીએલ 2024ની છેલ્લી ડબલ હેડર મેચ, પ્લેઓફની ટિકિટ માટે થશે ટકકર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:05 pm, Sun, 12 May 24

Next Article