ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમે સોમવારના રોજ વિશ્વ એથલેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટમાં બીજા સ્થાન પર રહ્યા બાદ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ સાથે ભારતીય પુરુષની 4×400 મીટર રિલે ટીમે પણ નાસાઉ, બહામાસમાં વિશ્વ એથલેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.
રુપલ ચૌધરી, એમ આર પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને સુભા વેંકટેશને 3 મિનિટ અને 29.35 સેકન્ડનો સમય લઈ હીટ નંબર એકમાં જમૈકા (3:28.54) બાદ બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભારતીય ટીમ રવિવારના રોજ પહેલા રાઉન્ડની ક્વોલિફાય હીટમાં 3 મિનિટ અને 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.
!
The Indian Men’s 4x400m Relay team has punched their ticket to #Paris2024 in style.
With a blazing 3:03.23, they finished behind USA to book an Olympic berth.
️: World Athletics#ParisOlympics #WorldRelays #WorldRelays2024 pic.twitter.com/Rywc6xLEm8
— Khel Now (@KhelNow) May 6, 2024
મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજા જૈકબની પુરુષ ટીમે 3 મિનિટ 3.23 સેકન્ડની સાથે પોતાની હીટમાં અમેરિકા (2:59.95) બાદ બીજા સ્થાન પર ફિનિશ કર્યું હતુ. બીજા રાઉન્ડમાં 3 હીટમાં ટોપ પર રહેનારી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરશે. પેરિસ ઓલિમ્પિકનું આયોજન આ વર્ષ 26 જુલાઈ થી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે.
પુરુષની ટીમ ક્વોલિફાય હીટ પહેલા રાઉન્ડમાં સમાપ્ત કરવામાં અસફળ રહી હતી કારણ કે, સેકન્ડ લેગ રનર રાજેશ રમેશને ક્રૈપ્સના કારણે બહાર થવું પડ્યું હતુ. આ કોટાની સાથે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 19 ટ્રૈક એન્ડ ફીલ્ડ એથલીટ થઈ ગઈ છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક એથલિટ નીરજ ચોપરા પણ સામેલ છે. પેરિસ ઓલિમ્પિકમાં એથલેટિક્સ ઈવેન્ટ 1 ઓગસ્ટથી શરુ થશે.
આ પણ વાંચો : IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં લખનૌને મળી કારમી હાર, પોઈન્ટ ટેબલમાં કિંગ ખાનની ટીમને મળ્યું પ્રથમ સ્થાન